Solar Ring: Bengaluru ના આકાશમાં દેખાયો અદભુત ખગોળિય નજારો, સૂર્યની ચારેય તરફ બની ગયો ગોળો

નવી દિલ્લીઃ કર્ણાટકમાં બેંગલુરુના આકાશમાં આજે એક અદભુત ખગોળિય નજારો જોવા મળ્યો. જેમાં સૂર્યની ચારેય તરફ એક અલગ પ્રકારનો ગોળો જોવા મળ્યો. જેને વૈજ્ઞાનિકો સોલાર હાલો અથવા સોલાર રિંગ કહે છે. સૂર્યની ચારેય તરફ આ ગોળાને જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. લોકોએ આ સોલાર રિંગને કેમારામાં કેદ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જાણો શું હોય છે આ સોલાર રિંગ અને તે કેવી રીતે બને છે.

શું છે આ સોલાર રિંગ?

1/4
image

જણાવી દઈએ કે સોલાર રિંગ વાદળોના કારણે બને છે. હલ્કા વાદળોમાં બરફના નાના-નાના કણ રહેલાં હોય છે. જ્યારે સૂર્યની કિરણો આ બરફના કણોં પર પડે છે, તો સૂર્યની કિરણો તેમાંથી પ્રસરવા લાગે છે. હવે એક કોણ પર વાંછિત કિરણો સ્પિલ્ટ થાય છે તો સૂર્યની ચારેય તરફ એક પ્રકારનો ગોળાકાર બની જાય છે. જેને સોલાર હાલો કહેવામાં આવે છે.

સાફ મૌસમની વચ્ચે દેખાયું સોલાર રિંગ

2/4
image

જાણી લો કે બેંગલુરુમાં આજે મૌસમ એકદમ સાફ છે. તડકો નીકળ્યો છે. આકાશમાં સફેદ વાદળ છે. આની વચ્ચે સૂર્યની ચારેય તરફ એક પ્રકારનો ગોળો બની ગયો છે.

કેમેરામાં કેદ થયો અદભુત ખગોળિય નજારો

3/4
image

આકાશમાં અદભુત ખગોળિય નજારો જોઈને લોકો ખુશ થઈ ગયા. અને તેને કેમેરામાં કેદ કરવા લાગ્યાં.

સૂર્યની ચારેય બાજુ ઈંદ્ર ધનુષ જેવો ગોળો દેખાયો

4/4
image

આ તસવીરમાં તો સૂર્યની ચારેય બાજુ ઈંદ્રધનુષના આકારનો એક ગોળો દેખાઈ રહ્યો છે. જેમાં સાત અલગ અલગ રંગ પણ દેખાઈ રહ્યાં છે.