Sonakishi Sinha એ કરાવી બોયકટ હેયર સ્ટાઈલ! Photos જોઈને તમને એમ થશે કે આ કેવી સ્ટાઈલ છે?

નવી દિલ્લીઃ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) હાલ કોરોના કાળના કારણે ઘરે જ હોય છે. જોકે, તેણે ઘરે રહીને ટાઈમ પાસ કરવાનો નવો નુસખો અજમાવ્યો. તેણે પોતાના હેર સ્ટાઈલીસ્ટને બોલાવીને તેની પાસે બોયકટ વાળ કરાવ્યાં. જોકે, સોનાક્ષીનો આ અવતાર જોઈને તમે પણ ચોંકી જશો. તમે કહેશો કે આવી તો વળી કેવી વિચિત્ર હેયર સ્ટાઈલ છે. આ નવા લૂકમાં સોનાક્ષી એકદમ અલગ જ લાગે છે. 

સોનાક્ષીનો કૂલ લુક

1/6
image

 

સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) નો આ નવો અંદાજ તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ તસવીરોમાં સોનાક્ષીની ડિફરંટ હેયર સ્ટાઈલ પણ જોવા મળે છે.

 

વાળની લંબાઈ નથી કરવામાં આવી નાની

2/6
image

સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) તેના નવા લુકને કારણે ભારે ચર્ચામાં આવી ગઈ છે. જોકે, સોનાક્ષીના આ બોયકટ લુકમાં પણ તેના વાળની લંબાઈ નાની નથી કરવામાં આવી. 

 

અતરંગી સોનાક્ષીનો લુક

3/6
image

સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) નો આ નવો લુક ખુબ જ અતરંગી છે. આ પહેલાં કોઈપણ ફિલ્મમાં સોનાક્ષીનો આવો અંદાજ જોવા મળ્યો નથી.

 

ચાહકો શેયર કરી રહ્યાં છે સોનાક્ષીની તસવીરો

4/6
image

સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) નું ફેન ફોલોવિંગ પણ બીજા લોકોથી કંઈ કમ નથી. ત્યારે સોનાક્ષીના ફેંસ પણ હાલ તેમની નવી ફોટોઝ શેયર કરીને ખુશ થઈ રહ્યાં છે.

 

આવી રીતે તૈયાર થયો આ લુક

5/6
image

સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) ની આ હેયર સ્ટાઈલ માટે પહેલાં હાઈ પોની બનાવવામાં આવી. ત્યાર બાદ વાળને આગળની તરફ રાખીને બોયકટ હેયર લુક આપવામાં આવ્યો.

 

સોનાક્ષીનો નવો લુક

6/6
image

હાલમાં જ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) એ પોતાની હેર સ્ટાઈલ ચેન્જ કરીને નવો લૂક અપનાવ્યો છે. નવો અંદાજ જોઈને તમે પણ ચોંકી જશો. જોકે, સોનાક્ષીને આ લુક શુટ કરે છે.