Paris Olympic માં ભારતે કુલ 6 મેડલ જીત્યા, જેમાંથી 4 મેડલ એકલા આ રાજ્યના

Paris Olympic 2024: હરિયાણાના આ છોકરા-છોકરીઓએ ઓલિમ્પિકમાં કર્યો કમાલ, જીત્યા 6માંથી 4 મેડલ. ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં કુલ 6 મેડલ જીત્યા છે, જેમાંથી 4 મેડલ હરિયાણાના ખેલાડીઓએ જીત્યા છે. તો ચાલો જાણીએ તેમના વિશે..
 

હરિયાણાના ખેલાડીઓ

1/5
image

પેરિસ ઓલિમ્પિક 2024માં હરિયાણાના ખેલાડીઓ તરખાટ મચાવી રહ્યા છે. હરિયાણાની આ છોકરીઓએ ભારતને મેડલ જીતવામાં મદદ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે.

 

મનુ ભાકર

2/5
image

આ યાદીમાં પહેલું નામ મનુ ભાકરનું છે, જેણે પેરિસ ઓલિમ્પિકમાં દેશને પહેલો મેડલ અપાવ્યો હતો. મનુ ભાકરે ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મનુ ભાકર હરિયાણાના ઝજ્જરનો રહેવાસી છે.

 

નીરજ ચોપરા

3/5
image

ભાલા ફેંકમાં સિલ્વર જીતનાર નીરજ પણ હરિયાણાથી આવે છે. નીરજ હરિયાણાના પાણીપતનો રહેવાસી છે.

અમન સેહરાવત

4/5
image

કુસ્તીમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવનાર અમન સેહરાવત પણ હરિયાણાનો છે. તે દેશના સૌથી યુવા મેડલ વિજેતાઓમાંનો એક છે.

 

હોકી ટીમ

5/5
image

ઓલિમ્પિકમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમના ઘણા ખેલાડીઓમાં સુમિત, અભિષેક નૈન અને સંજય જેવા ઘણા ખેલાડીઓ પણ સામેલ છે.