close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

હરિયાણા

હરિયાણામાં પણ ભાજપ ભીંસમાં: સરકાર બન્યા પછી પણ હજુ કેબિનેટનું વિસ્તરણ થયું નથી

હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે મંત્રાલયની વહેંચણીના મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. એવું કહેવાય છે કે, દુષ્યંત ચૌટાલા ગૃહમંત્રાલય સહિતના કેટલાક મહત્વના મંત્રાલય માગી રહ્યા છે, જ્યારે ભાજપ મોટા મંત્રાલય પોતાની પાસે રાખવા માગે છે. 

Nov 11, 2019, 10:48 PM IST

કરનાલ: બોરવેલમાં પડેલી 5 વર્ષની બાળકીને NDRFએ મહામહેનતે બહાર કાઢી, હોસ્પિટલ લઈ જવાઈ

હરિયાણાના કરનાલ(Karnal) જિલ્લામાં ઘરૌંડા ગામ હરિસિંહ પૂરામાં એક 5 વર્ષની બાળકી સોમવારે બોરવેલમાં પડી જેને એનડીઆરએફની ટીમે બહાર કાઢી છે. જો કે બાળકીની હાલત અંગે હજુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.

Nov 4, 2019, 10:18 AM IST

હરિયાણામાં 50 બેઠકો પર હાર્યા કેવી રીતે? ભાજપ હેરાન પરેશાન, લીધુ આ મહત્વનું પગલું

હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકો છે જેમાંથી 40 બેઠકો ભાજપને મળી અને 50 બેઠકો પર ભાજપ હાર્યું. ભાજપ આ હારથી પરેશાન છે અને એટલે જ હવે ભાજપ ક્ષેત્રવાર સમીક્ષા કરશે. રાજ્યમાં સાત મંત્રીઓની હાર અને ભાજપના પાંચ બળવાખોરો ચૂંટણી જીત્યા તેનાથી પણ ભાજપ સ્તબ્ધ છે. પાર્ટીને લાગે છે કે અનેક બેઠકો પર ટિકિટ ફાળવણીમાં ચૂંક થઈ છે. નહીં તો પરિણામો 2014 જેવા હોત. ભજાપની તપાસના કેન્દ્રબિન્દુમાં ઈલેક્શન મેનેજમેન્ટ પણ છે. 

Oct 29, 2019, 06:19 AM IST

JJP સરકારમાં સામેલ થતા વિરોધીઓ તૂટી પડ્યાં, દુષ્યંત ચૌટાલાએ આપ્યો જડબાતોડ જવાબ

હરિયાણાના ડેપ્યુટી સીએમ અને જેજેપીના નેતા દુષ્યંત ચૌટાલાએ પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. ચૌટાલાએ કહ્યું કે અમે કોંગ્રેસ કે ભાજપ માટે મતો માંગ્યા નથી. 

Oct 28, 2019, 01:56 PM IST

મનોહરલાલ ખટ્ટર સતત બીજીવાર હરિયાણાના CM બન્યા, દુષ્યંત ચૌટાલાએ લીધા ડે.CM પદના શપથ

દિવાળીના દિવસે  હરિયાણામાં ફરીથી ભાજપની સરકાર બની છે. ભાજપના દિગ્ગજ નેતા મનોહરલાલ ખટ્ટરે હરિયાણાના રાજભવનમાં પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા. ભાજપને સરકારમાં સમર્થન આપનારી પાર્ટી જનનાયક જનતા પાર્ટી (JJP)ના વિધાયક દળના નેતા દુષ્યંત ચૌટાલાએ હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથ લીધા. 

Oct 27, 2019, 02:30 PM IST

દિવાળીના દિવસે હરિયાણામાં ફરીથી ખટ્ટર સરકાર, CM-ડે.CMનો શપથગ્રહણ સમારોહ બપોરે 2 વાગે

દિવાળીના દિવસે હરિયાણામાં ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. મનોહરલાલ ખટ્ટર બપોરે બે વાગે હરિયાણા રાજભવનમાં પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

Oct 27, 2019, 08:50 AM IST

અટકળો પર પૂર્ણવિરામઃ દુષ્યંત જ બનશે નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલે ખટ્ટરને આપ્યું આમંત્રણ

મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે, 'રવિવારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ લેશે. મંત્રીઓ શપથ લેશે કે નહીં તે આવતીકાલે નખ્કકી થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા જ રહેશે. રવિવારે બપોરે 2.15 કલાકે રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.'

Oct 26, 2019, 04:00 PM IST
Haryana's Manoharlal Khattar Will Take Oath As CM Tomorrow PT4M10S

હરિયાણાના મનોહરલાલ ખટ્ટર આવતીકાલે CM પદના લેશે શપથ

ભાજપના નવા ચૂંટાઈ આવેલા વિધાયકોની આજે ચંડીગઢમાં બેઠક થઈ. જેમાં મનોહરલાલ ખટ્ટર વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળીને સરકાર બનાવવા માટે દાવો રજુ કરશે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે તેઓ દિવાળીના દિવસે બપોરે 2 વાગે સીએમ પદના શપથ લઈ શકે છે. તેમની સાથે જ ડેપ્યુટી સીએમ પદ માટે પણ શપથ ગ્રહણ થશે. આ પદ માટે જેજેપી નેતા નૈના ચૌટાલાનું નામ ચર્ચામાં છે. સૂત્રોનું કહેવું છે કે મંત્રીઓના શપથગ્રહણ સમારોહને લઈને તસવીર હજુ સ્પષ્ટ નથી. મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ દીવાળી પછી થઈ શકે છે. દુષ્યંત ચૌટાલા પહેલેથી જ જનનાયક જનતા પાર્ટીના વિધાયકક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ભાજપ અને જેજેપીમાં નક્કી થયેલા ફોર્મ્યુલા મુજબ સીએમ ભાજપના અને ડેપ્યુટી સીએમ જેજેપીમાંથી હશે.

Oct 26, 2019, 03:45 PM IST

હરિયાણામાં માત્ર એક જ ડેપ્યુટી CM રહેશે, ગોપાલ કાંડાનું સમર્થન નહીં લઈએ: રવિશંકર પ્રસાદ

ભાજપ (BJP) વિધાયક દળની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravishankar Prasad)એ સ્પષ્ટ કર્યું છે કે હરિયાણામાં ફક્ત એક જ ડેપ્યુટી સીએમ રહેશે. આ સાથે જ તેમણે કહ્યું કે સરકાર બનાવવા માટે ભાજપ તરફથી સિરસાથી ચૂંટાઈ આવેલા ગોપાલ કાંડાનું સમર્થન લેવામાં આવશે નહીં. અત્રે જણાવવાનું કે ભાજપ વિધાયક દળની બેઠકમાં પ્રસાદ કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે હાજર રહ્યાં હતાં. 

Oct 26, 2019, 02:24 PM IST

હરિયાણા: મનોહરલાલ ખટ્ટર BJP વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા, કાલે CM પદના લેશે શપથ

ભાજપના નવા ચૂંટાઈ આવેલા વિધાયકોની આજે ચંડીગઢમાં બેઠક થઈ. જેમાં મનોહરલાલ ખટ્ટર વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળીને સરકાર બનાવવા માટે દાવો રજુ કરશે.

Oct 26, 2019, 12:43 PM IST

હરિયાણામાં વળી પાછું સસ્પેન્સ...દુષ્યંત ચૌટાલા નહીં, તો કોણ બનશે ડેપ્યુટી CM? 'આ' મહિલાનું નામ ચર્ચામાં 

હરિયાણામાં મુદ્દાઓ પર સહમતિ બન્યા બાદ જનનાયક જનતા પાર્ટી (જેજેપી) દ્વારા ભાજપની સાથે મળીને સરકાર બનાવવાની વાત પાક્કી થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે જેજેપી તરફથી ડેપ્યુટી સીએમના પદ માટે કોને આગળ ધરવામાં આવશે. 

Oct 26, 2019, 10:21 AM IST

હરિયાણા: મનોહરલાલ ખટ્ટર આજે સરકાર બનાવવાનો દાવો રજુ કરશે, CM પદના લઈ શકે છે શપથ

હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર આજે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે. ચંડીગઢમાં આજે હરિયાણા વિધાયક દળની બેઠક થશે જેમાં ખટ્ટરને વિધાયક દળના નેતા તરીકે ચૂંટી લેવામાં આવશે.

Oct 26, 2019, 09:12 AM IST

હરિયાણામાં ભાજપને દુષ્યંત ચૌટાલાની JJPનો સાથ મળતા કોંગ્રેસ ભડકી, કહ્યું- 'આખરે પોલ ખુલી ગઈ'

હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને જનનાયક જનતા પાર્ટી(JJP)નું સમર્થન મળ્યું છે. જેજેપીએ સમર્થન આપ્યા બાદ હવે હરિયાણામાં ભાજપની સરકાર બનવાનું નક્કી થઈ ગયું છે. જો કે આ ગઠબંધનથી કોંગ્રેસ ભડકી છે. દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ગઠબંધન સરકારની જાહેરાત બાદ હવે સ્પષ્ટ થઈ ગયું કે રાજ્યમાં કોંગ્રેસને સારી બેઠકો મળવા છતાં સરકાર બનવાની કોઈ શક્યતા નથી. જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાની દરેક શરત માનવા તૈયાર રહેલી કોંગ્રેસે તાજા ઘટનાક્રમ બાદ હવે જેજેપી પર ભડાશ કાઢી છે અને તેને ભાજપની બી ટીમ ગણાવી દીધી છે. 

Oct 26, 2019, 07:41 AM IST
 25 Oct Top 25 News PT25M20S

જુઓ દિવસભરના મહત્વના 25 સમાચાર

હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન બની ગયું છે. ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં જેજેપીના ટેકા સાથે સરકાર બનાવશે. ભાજપ દ્વારા જેજેપીની માગણીઓનો સ્વીકાર કરાયો છે અને જેજેપીને નાયબ મુખ્યમંત્રી પદ ઉપરાતં બે રાજ્યમંત્રી પદ આપવાનો નિર્ણય લેવાયો છે.

Oct 25, 2019, 11:15 PM IST

મનોહર લાલ ખટ્ટર અને દુષ્યંત વચ્ચે કોણે કરાવી દોસ્તી? જાણો પડદા પાછળની કહાની

ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન કરાવામાં ભાજપના યુવાન અને પ્રતિભાશાળી સાંસદ અનુરાગ ઠાકુરે મુખ્ય ભૂમિકા ભજવી છે. ભાજપ હાઈ કમાન્ડે દુષ્યંતને રાજી કરવાની જવાબદારી 45 વર્ષના અનુરાગ ઠાકુરને સોંપી હતી. અનુરાગ ઠાકુર ભાજપમાં એક સારા મેનેજર માનવામાં આવે છે. આપ સૌ જાણો છો કે, અનુરાગ બીસીસીઆઈમાં પણ મહત્વનું પદ સંભાળી ચૂક્યા છે. સાથે જ વિવિધ પાર્ટીના યુવા નેતાઓ સાથે પણ તેમને સારા સંબંધ છે. 

Oct 25, 2019, 11:05 PM IST
 BJP and JJP will together form government in Haryana, confirms Amit Shah PT5M53S

હરિયાણામાં ભાજપ-જેજેપી બનાવશે સરકાર, અમિત શાહે કરી સત્તાવાર જાહેરાત

હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન બની ગયું છે. ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં જેજેપીના ટેકા સાથે સરકાર બનાવશે. ભાજપ દ્વારા જેજેપીની માગણીઓનો સ્વીકાર કરાયો છે અને જેજેપીને નાયબ મુખ્યમંત્રી પદ ઉપરાતં બે રાજ્યમંત્રી પદ આપવાનો નિર્ણય લેવાયો છે.

Oct 25, 2019, 10:10 PM IST

હરિયાણાઃ ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન, જેજેપીને ડેપ્યુટી સીએમનું પદ

રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રી તરીકે મનોહર લાલ ખટ્ટરની પસંદગી ગુરૂવારે જ ભાજપની કારોબારીમાં કરવામાં આવી હતી. હવે આગામી પાંચ વર્ષ સુધુ હરિયાણામાં ભાજપ-જેજેપી ગઠબંધનની સરકાર રહેશે. 

Oct 25, 2019, 09:42 PM IST

હરિયાણામાં BJPને ટેકો આપશે JJP, Dy. CM અને 2 મંત્રી પદની માગઃ સૂત્ર

સૂત્રો અનુસાર જેજેપી એક નાયબ મુખ્યમંત્રી અને બે મંત્રી પદની ફોર્મ્યુલા સાથે ભાજપ સાથે વાટાઘાટો કરી રહી છે. એવું કહેવાય છે કે, ભાજપ દુષ્યંત ચૌટાલાની આ માગણીઓને સ્વીકારી શકે છે. 
 

Oct 25, 2019, 09:15 PM IST

જે 'લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમ'ને સમર્થન આપશે, પાર્ટી તેને ટેકો આપશેઃ દુષ્યંત ચૌટાલા

દુષ્યંત ચૌટાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, જે પાર્ટી હરિયાણાને આગળ લઈ જવાનું કામ કરશે તેની સાથે કામ કરીશું. અમારા ધારાસભ્યો 15 ટકાથી વધુ વોટ શેર સાથે જીત્યા છે. પોતાની પાર્ટીના એજન્ડા અંગે દુષ્યંતે કહ્યું કે, અમે હરિયાણામાં હરિયાણાના લોકોને 75 ટકા રોજગાર અને ચૌધરી દેવીલાલના સમયમાં શરૂ કરાયેલી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના અમલમાં મુકવાની વાત કરી છે. 

Oct 25, 2019, 04:52 PM IST

VIDEO હરિયાણા: મેં કોઈ પણ શરત વગર ભાજપને સમર્થન આપ્યું છે: ગોપાલ કાંડા

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપને કોઈ પણ શરત વગર સમર્થન આપનારા હરિયાણા લોકહિત પાર્ટીના ધારાસભ્ય ગોપાલ કાંડએ કહ્યું તેમણે કોઈ પણ શરત વગર ભાજપને સમર્થન આપ્યું છે. કાંડાએ કહ્યું કે તેમનો પરિવાર આરએસએસ સાથે જોડાયેલો છે. 

Oct 25, 2019, 02:11 PM IST