પેટ્રોલનો ભાવ આસમાને પહોંચતા કંપનીએ પોતાના કર્મચારીઓને ઈ-બાઈક ગિફ્ટ કરી
કંપનીએ પોતાના કર્મચારીઓને 16 ઇલેક્ટ્રિક બાઇક દિવાળી ભેટમાં આપી છે. આ તમામ કર્મચારીઓ કંપનીમાં એન્જનિયર તરીકે કાર્યરત છે
ચેતન પટેલ/સુરત :પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. આવામાં લોકોના ખિસ્સા માટે આ ખર્ચ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. બીજી તરફ, ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે. જે ખિસ્સાને પરવડે તેમ છે. તેથી જ હવે લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. સુરતની એક કંપનીએ પોતાની કર્મચારીઓને ઈ બાઈક દિવાળી ગિફ્ટ તરીકે આપીને તેમનો જુસ્સો વધાર્યો છે.
સુરતની એલાયન્સ એમ્બ્રોડરી કંપનીએ પોતાના કર્મચારીઓને અનોખી ભેટ આપી છે. કંપનીએ પોતાના કર્મચારીઓને 16 ઇલેક્ટ્રિક બાઇક દિવાળી ભેટમાં આપી છે. આ તમામ કર્મચારીઓ કંપનીમાં એન્જનિયર તરીકે કાર્યરત છે. જેઓને મશીન રિપેર કરવાની કામગીરી માટે અન્ય સ્થળો પર જવુ પડે છે. આવામા કર્મચારીઓને પેટ્રોલનો ખર્ચો મોંઘો પડી શકે તેમ છે. પેટ્રોલના ભાવ વધતા કપનીના માલિકે ઇલેક્ટ્રિક બાઇક ગિફ્ટ આપી છે.
અત્યાર સુધી કર્મચારીઓ બાઇક લઈને ઓફીસ આવતા હતા, પરંતુ હવે તેઓ ઈ બાઈકથી પોતાનો ખર્ચો બચાવી શકશે.
Trending Photos