TMKOC: જેઠાલાલથી લઈને બબીતા જી સુધી, જાણો કેટલું ભણેલા છે તારક મેહતાના કલાકારો

Taarak Mehta Ka Ooltah Chashmah:  તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આ શો વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા કલાકારોએ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. હવે ફેન્સ તેની પર્સનલ લાઇફ વિશે જાણવા માંગે છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં સ્ટાર કાસ્ટ પણ વધારે છે. શોના કલાકરો ભણેલા ગણેલા છે. આજે અમે જેઠાલાલથી લઈને દયાભાગી સુધી બધાની ડિગ્રી પર નજર કરીશું. 

અમિત ભટ્ટ (પંચકલાલ ગડા)

1/10
image

ચંપકલાલ જયંતીલાલ ગડાની ભૂમિકા નિભાવનાર અમિત ભટ્ટે બીકોમ કર્યું છે. 

દિલીપ જોશી (જેઠાલાલ ગડા)

2/10
image

દિલીપ જોશીએ બેચલર ઓફ કમ્પ્યૂટર એપ્લીકેશનનો અભ્યાસ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે દિગ્ગજ અભિનેતાને INT (ઈન્ડિયન નેશનલ થિએટર) બેસ્ટ સોફ્ટવેર એન્જિનિયરથી નવાજવામાં આવ્યા છે.   

દિશા વાકાણી

3/10
image

દિશા વાકાણીના અભિનયને જોઈને તે સ્પષ્ટ થાય છે કે તે એક પ્રોફેશનલ રીતે કામ કરે છે. દિશા વાકાણીએ ડ્રામેટિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 

જેનિફર મિસ્ત્રી બંસીવાલ (રોશન કૌર સોઢી)

4/10
image

જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal) એ મધ્ય પ્રદેશના જબલપુરથી ગ્રેજ્યુએશન કર્યું છે. 

મંદાર ચંદવાડકર (આત્મારામ તુકારામ ભિડે)

5/10
image

મંદાર ચંદવાડકર (Mandar Chandwadkar) મિકેનિકલ એન્જિનિયર છે. આ વિશે વાત કરતા એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતુ, હું દુબઈમાં ત્રણ વર્ષ માટે મિકેનિલ એન્જિનિયર હતો. મેં 1997-200 વચ્ચે ત્યાં કામ કર્યુ હતું. મને અભિનયનો શોખ હતો અને ભારતમાં પોતાનો શોખ પૂરો કરવા માંગતો હતો. ત્યારબાદ મેં નાટકમાં કામ કર્યુ હતું.   

મુનમુન દત્તા (બબીતા કૃષ્ણન અય્યર)

6/10
image

મુનમુન દત્તાએ અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી હાસિલ કરી પોતાનું શિક્ષણ પૂરુ કર્યું છે. 

 

નિર્મલ સોની (ડો. હંસરાજ બતદેવરાજ હાથી)

7/10
image

નિર્મલ સોનીએ ગુજરાતમાં પોતાનું સ્કૂલી શિક્ષણ પૂરુ કર્યું. ત્યારબાદ મુંબઈ વિશ્વવિદ્યાલયથી ગ્રેજ્યુએશન કર્યું છે. 

શૈલેશ લોઢા (તારક મેહતા)

8/10
image

શૈલેશ લોઢા બીએસસી ગ્રેજ્યુએટ છે અને પછી તેમણે માર્કેટિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.   

સોનાલિકા જોશી (માધવી આત્મારામ ભિડે)

9/10
image

સોનાલિયા જોશી (Sonalika Joshi) ઈતિહાસમાં ગ્રેજ્યુએટ છે. ફેસન ડિઝાઇનિંગ અને થિએટરનો કોર્સ કર્યો છે.   

તનુજ મહાશબ્દે (કૃષ્ણન સુબ્રમણ્યમ અય્યર)

10/10
image

રિપોર્ટ પ્રમાણે તનુજ મહાશબ્દેએ ઈન્દોરથી મરીન કોમ્યુનિકેશનમાં ડિપ્લોમાનો કોર્સ કર્યો હતો. ત્યારબાદ એક્ટરે ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર, મુંબઈથી રંગમંચની ટેકનીક શીખી હતી.