આ છે દુનિયાની 10 મહાશક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ

ગુપ્તચર એજન્સીનું મુખ્ય કામ માહિતી એકઠી કરવાનું હોય છે. તે આતંકવાદને રોકે છે અને ગુપ્ત ઓપરેશનને અંજામ આપે છે. આ સાથે જ ગુપ્તચર એજન્સી દેશને આંતરિક અને બાહ્ય ખતરાથી બચાવે છે. સૈન્ય, રાષ્ટ્રીય સુરક્ષા માટે મદદરૂપ છે ગુપ્તચર એજન્સીઓ.

જયેશ જોશી, અમદાવાદઃ દુનિયાના દરેક દેશમાં નાગરિકો, દસ્તાવેજો અને ગુપ્તચર વાતની સુરક્ષાની જવાબદારી સુધી એજન્સી અત્યંત શાંત પરંતુ ખતરનાક રીતે નિભાવી રહે છે. આ એજન્સીઓમાં કામ કરનારા લોકો અને તેમની પેટર્ન સામાન્ય લોકોને ખબર પણ હોતી નથી. આગળ જાણો દુનિયાની 10 સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ વિશે, જેમનું નામ સાંભળીને દુશ્મનોના રુંવાડા ઉભા થઈ જાય છે.

WHO એ Pfizer ની Corona Vaccine ને આપી મંજૂરી, ભારતમાં પણ આજે રસીના ઉપયોગ અંગે મહત્વપૂર્ણ બેઠક

ગુપ્તચર એજન્સી કોઈ દેશની અંદર કે બહાર ચાલી રહેલ તમામ ખાનગી ગતિવિધિઓ વિશે માહિતી મેળવે છે. સાથે જ અન્ય સંગઠનોની સાથે સહયોગના માધ્યમથી માહિતી એકત્રિત કરે છે. અને કોઈપણ અપ્રત્યાશિત ઘટનાને રોકવાનો મજબૂત પ્રયાસ કરે છે. ત્યાં સુધી કે નાગરિક પણ આ ગુપ્તચર એજન્સી દ્વારા આપવામાં આવેલી સુરક્ષા પર વિશ્વાસ કરે છે. ત્યારે એવી કઈ ગુપ્તચર એજન્સી છે જે દેશને આતંકવાદ અને કોઈપણ મોટા જોખમથી બચાવે છે.

ટેલીગ્રામના યુઝર્સને હવે કરવું પડી શકે છે પેમેન્ટ, બદલાઈ રહી છે પોલિસી

RAW (રિસર્ચ એનાલિસિસ વિંગ):

1/10
image

RAW ભારતની ગુપ્તચર એજન્સી છે. તેની સ્થાપના 1968માં કરવામાં આવી હતી. તેની મુખ્ય ઓફિસ નવી દિલ્લીમાં છે. RAW વિદેશી મામલા, ગુનેગારો અને આતંકવાદીઓ વિશે સંપૂર્ણ જાણકારી રાખે છે. ઈન્ટેલિજન્સ બ્યૂરો પણ દેશની સુરક્ષા માટે જ કામ કરે છે. આ બંને એજન્સીઓએ મળીને અનેક મોટા આતંકી હુમલાને નિષ્ફળ કર્યા છે.

MSS (મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સેફ્ટી):

2/10
image

આ ચીનની ગુપ્તચર એજન્સી છે. તેની સ્થાપના 1983માં કરવામાં આવી હતી. આ એજન્સીની જવાબદારી કાઉન્ટર ઈન્ટેલિજન્સ ઓપરેશન અને વિદેશી ગુપ્તચર ઓપરેશનને ચલાવવાનું છે. તેનું હેડક્વાર્ટર બીજિંગ છે.  તેનું વાર્ષિક બજેટ 56 બિલિયન ચાઈનીઝ યૂઆન છે.

MOSSAD:

3/10
image

ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદને દુનિયાની સૌથી શાનદાર ગુપ્તચર એજન્સીમાં ગણવામાં આવે છે. મોસાદની સ્થાપના 1949માં કરવામાં આવી હતી. મોસાદ મુખ્યત્વે આતંકવાદ વિરોધી ઘટનાઓને અંજામ આપે છે. અને સીક્રેટ ઓપરેશન ચલાવે છે. જેનો ઉદ્દેશ્ય દેશની રક્ષા કરવાનો હોય છે.

MI6 (મિલિટરી ઈન્ટેલિજન્સ સેક્શન-6):

4/10
image

આ યૂનાઈટેડ કિંગ્ડમની ગુપ્તચર એજન્સી છે. સૌથી જૂની ગુપ્તચર એજન્સીઓમાં એક MI6ની સ્થાપના 1909માં કરવામાં આવી હતી. MI6 જોઈન્ટ ઈન્ટેલિજન્સ, ડિફેન્સ, સરકારની સાથે માહિતી શેર કરવાનું કામ કરે છે. દેશની સંસ્થાઓ પર નજર રાખવાનું કામ પણ MI6 જવાબદારી છે.

ISI (ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ):

5/10
image

ISI પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી છે. તેની સ્થાપના 1948માં કરવામાં આવી હતી. અમેરિકાના ક્રાઈમ રિપોર્ટ પ્રમાણે ISIને સૌથી શક્તિશાળી એજન્સી ગણાવવામાં આવી હતી. જોકે ISI પર હાલમાં દિવસોમાં આતંકવાદને સમર્થન આપવાના આરોપ લાગતા રહ્યા છે. ભારતમાં થયેલા આતંકી હુમલામાં ISIના એજન્ટનો હાથ હોવાનું સામે આવ્યું છે. તેની મુખ્ય ઓફિસ ઈસ્લામાબાદમાં છે.

3.

BDS (Bundesnachrichtendienst):

6/10
image

જર્મનીની ગુપ્તતર એજન્સી Bundesnachrichtendienstની 1956માં રચના કરવામાં આવી હતી. BNDને દુનિયાની સૌથી શ્રેષ્ઠ ગુપ્તચર અને આધુનિક ટેકનિકથી સજ્જ એજનસી માનવામાં આવે છે. તેની મુખ્ય ઓફિસ મ્યુનિચ પાસે પુલાચમાં છે.

FSB ( ફેડરલ સિક્યોરિટી સર્વિસ):

7/10
image

આ રશિયાની ગુપ્તચર એજન્સી છે. તેની સ્થાપના 12 એપ્રિલ 1995માં કરવામાં આવી હતી. FSBની મુખ્ય ઓફિસ મોસ્કોમાં છે. ગુપ્તચર સાથે જોડાયેલ મામલા ઉપરાંત FSB બોર્ડર સાથે જોડાયેલ મામલા પર પણ બાજ નજર રાખે છે.

DGSE (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ એક્સ્ટર્નલ સિક્યોરિટી:

8/10
image

આ ફ્રાંસની ઈન્ટેલિજન્સ એજન્સી છે. તેની સ્થાપના 1982માં કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય ફ્રાંસ સરકાર માટે વિદેશથી ગુપ્તચર માહિતી એકત્ર કરવાનો છે. તેની મુખ્ય ઓફિસ પેરિસમાં છે.

CIA (સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી):

9/10
image

તે અમેરિકાની બહુચર્ચિત એજન્સી છે. તેની સ્થાપના 1947માં તત્કાલીન રાષ્ટ્રપતિ હેરી એ ટ્રુમેને કરી હતી. CIA ચાર ભાગમાં વહેંચાયેલી છે. તેની મુખ્ય ઓફિસ વોશિંગ્ટન પાસે વર્જિનીયમાં આવેલી છે. CIA ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સને રિપોર્ટ કરે છે. 2013માં વોશિંગ્ટન પોસ્ટે CIAને સૌથી વધારે બજેટવાળી ગુપ્તચર એજન્સી ગણાવી હતી. સાઈબર ક્રાઈમ, આતંકવાદને રોકવા સહિત CIA દેશની સુરક્ષા માટે કામ કરે છે.

ASIS (ઓસ્ટ્રેલિયન સીક્રેટ ઈન્ટેલિજન્સ સર્વિસ):

10/10
image

આ ઓસ્ટ્રેલિયાની ગુપ્તચર એજન્સી છે. તેની સ્થાપના 13 મે 1952માં કરવામાં આવી હતી. તેની મુખ્ય ઓફિસ ઓસ્ટ્રેલિયાના કેનબરામાં આવેલી છે. ASISની સરખામણી અમેરિકાની CIA અને યૂકેની ગુપ્તચર એજન્સી MI-6 સાથે થાય છે.