આ છે દુનિયાની 5 સૌથી મોંઘી વસ્તુઓ, 1 ગ્રામમાં સાડા 9 લાખ કિલો સોનું આવી જશે!

નવી દિલ્હીઃ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાની સૌથી મોંઘી વસ્તુ (Most Expensive Element) કઈ હોઈ શકે? બ્રહ્માંડના સૌથી મોંઘા તત્વનો એક ગ્રામ જથ્થો ખરીદવા માટે જેટલા પૈસાની (Antimatter Cost)જરૂર પડે છે, તે પૈસામાં વિશ્વના 100 નાના દેશો સરળતાથી ખરીદી શકાય છે. આજે અમે તમને દુનિયાની 5 સૌથી મોંઘી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.

એન્ટિમેટર (Antimatter)

1/5
image

એન્ટિમેટરએ વિશ્વનો સૌથી મોંઘો પદાર્થ(Most Expensive Element) છે. તેને સામાન્ય ભાષામાં એન્ટિથેસિસ પણ કહેવામાં આવે છે. તેને બનાવવું માત્ર અઘરું જ નથી પણ અશક્ય છે. વૈજ્ઞાનિક માહિતી અનુસાર, તમામ પ્રયાસો છતાં, આના માત્ર 309 એટમ (Atom)જ બનાવવામાં આવ્યા છે. જાન્યુઆરી 2011 માં, અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટી(American Astronomical Society)એ જણાવ્યું કે તે વાવાઝોડાના વાદળો(Thunderstorm Clouds)ના ઉપરના સ્તરોમાં પણ જોવા મળે છે. નાસા(NASA)ના મત મુજબ 1 ગ્રામ એન્ટિમેટર બનાવવામાં લગભગ 43 લાખ અબજ રૂપિયાનો ખર્ચ થાય છે. આટલા રૂપિયામાં સાડા 9 લાખ કિલો સોનું આવી શકે છે.

કેલિફોર્નિયમ-252 (Californium-252)

2/5
image

એક ગ્રામ કેલિફોર્નિયમની કિંમત 10 મિલિયનથી 27 મિલિયન ડોલર હોય છે. એટલે કે લગભગ સાડા 7 કરોડથી 19 કરોડ રૂપિયા સુધી હોય છે. તેની શોધ 1950માં અમેરિકાના કેલિફોર્નિયામાં થઈ હતી. તેનો ઉપયોગ પરમાણુ રિએક્ટરમાં થાય છે. કેલિફોરિયમ-252 સર્વાઇકલ કેન્સરની સારવારમાં પણ થાય છે.

હીરા (Diamond)

3/5
image

હીરા વિશ્વની સૌથી મોંઘી વસ્તુઓમાંથી એક છે, જેના વિશે લગભગ દરેક જણ જાણે છે. અન્ય દુર્લભ વસ્તુઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેના એક ગ્રામની કિંમત 55,000 થી 1,08,000 ડોલક એટલે કે 38 લાખથી લગભગ સવા 75 લાખ રૂપિયા થાય છે. ડાયમંડ જ્વેલરી લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

ટ્રીટિયમ (Tritium)

4/5
image

ટ્રીટિયમની શોધ વોલ્ટર રસેલ દ્વારા 1920માં કરવામાં આવી હતી. આ સુપર હેવી હાઇડ્રોજન છે. કેટલાક પરમાણુ શસ્ત્રોમાં તેનો ઉપયોગ બળતણના મહત્વપૂર્ણ ઘટક તરીકે થાય છે. આ સિવાય તેનો ઉપયોગ ઘડિયાળના પ્રકાશ માટે પણ થાય છે. જે અંધારામાં ચમકે છે. મુખ્યત્વે તેનો ઉપયોગ મોંઘી ઘડિયાળો, દવા અને રેડિયોથેરાપીના ઉત્પાદનમાં થાય છે. તે હીરા પછી વિશ્વની ચોથી સૌથી મોંઘી વસ્તુઓમાંની એક છે. આના એક ગ્રામની કિંમત 30,000 પાઉન્ડ એટલે કે લગભગ સાડા 26 લાખ રૂપિયા છે.  

ટૈફિટ સ્ટોન (Taaffeite Stone)

5/5
image

  આ દુર્લભ રત્ન લાલ અને જાંબલી રંગનો છે. તેનો મુખ્ય સ્ત્રોત તાંઝાનિયામાં છે. તે એટલું દુર્લભ છે કે જો અત્યાર સુધી શોધાયેલ તમામને એક કપમાં મુકવામાં આવે તો માત્ર અડધો કપ ભરાય છે. તે હીરા કરતાં નરમ છે અને તેનો ઉપયોગ માત્ર રત્ન તરીકે થાય છે. આના એક ગ્રામની કિંમત 20,000 ડોલર એટલે કે લગભગ 14 લાખ રૂપિયા છે.