Corona Vaccine લગાવ્યા બાદ રાખો આ વાતનું ધ્યાન, ભૂલથી પણ ના કરો આ કામ
કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લાંબી જંગ બાદ આજે ભારતમાં કોરોના વેક્સીનેશન મહાઅભિયાનની (Corona Vaccination Program) શરૂઆત થઈ છે. તેનાથી લોકોમાં મહામારીના અંતની આશા જાગી છે તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સીનેશન બાદ પણ બેદરકારી ન રાખવા અપીલ કરી છે.
Vaccine બાદ પણ સુરક્ષાની સંપૂર્ણ ગેરેન્ટી નથી!
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જો કોઈ શખ્સ કોરોના રસી લગાવે છે તો તેનો તે અર્થ નથી કે, તેમને ક્યારે કોરોના થશે નહીં. બેદરકારી વર્તવા અથવા સંક્રમિત દર્દીના સંપર્કમાં આવવાથી વેક્સીનેશન (Corona Vaccination) બાદ પણ કોરોના સંક્રમિત થવાનો ખતરો રહે છે. આવા લોકોએ વેક્સીનેશન બાદ પણ માસ્ક લગાવવા ઉપરાંત તમામ સાવચેતી રાખવી પડશે.
Lifestyle બદલવામાં ન કરો ઉતાવળ: WHO
World Health Organization દ્વારા જારી એક નિવેદનમાં વેક્સીનેશન કોરોના વાયરસ (Coronavirus) સામે સુરક્ષાની સંપૂર્ણ ગેરેન્ટી આપતું નથી. એવામાં જ્યાં સુધી મોટી સંખ્યામાં લોકો કોરોના રસી (Corona Vaccine) લગાવતા નથી, ત્યાં સુધી કોરોના ગાઈડલાઈનનું (Corona Virus Guideline) પાલન કરવું જરૂરી છે. વેક્સીન લગાવ્યા બાદ વસ્તુ ધીરે ધીરે આગળ વધશે. પરંતુ લોકોએ પહેલાની જેમ પોતાની લાઈફ સ્ટાઈલ કરવામાં ઉતાવળ કરવી જોઈએ નહીં.
Vaccine લગાવ્યા બાદ તમે કેટલા સુરક્ષિત?
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જો તમે વેક્સીનના બે ડોઝ લગાવ્યા છે તો કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ખતરો ઘટી જાય છે. વેક્સીનેશનના (Corona Vaccination) કારણે તમે ગ્રોસરી સ્ટોર અથવા કોઈપણ પબ્લિક પ્લેસમાં પહેલા કરતા વધારે સુરક્ષિત રહેશો. જો કે, તમે માસ્કના ઉપયોગ સાથે સોશિયલ ડિસ્ટન્સનું (Social Distancing) પણ પાલન કરતા રહેશો તો સુરક્ષાની ગેરેન્ટી જરૂર આપશે.
મહામારીના નિષ્ણાંતે કહી આ વાત
મહામારીના નિષ્ણાંત જણાવે છે કે, જો તમે વેક્સીન લગાવ્યા બાદ પણ સંક્રમિત થયા તો તમે બીજાને પણ સંક્રમિત કરી શકો છો. એવામાં માસ્ક અને સોશિયિલ ડિસ્ટન્સ (Social Distancing) આ વાયરસના સંક્રમણને ફેલાવવાથી રોકી શકે છે. તેથી આપણે વેક્સીન લગાવ્યા બાદ પણ ઘણી સાવધાની વર્તવાની જરૂરિયાત છે. તેમણે વધુમાં કહ્યું કે, જો તમારા ગ્રુપમાંથી તમામને કોરોના વેક્સીન (Corona Vaccine) લગાવવામાં આવી છે તો તમે પહેલાની જેમ હળીમળી શકો છો. પરંતુ જ્યારે તમને તમારી આસપાસના લોકો વિશે યોગ્ય જાણકારી નથી તો તેમની સાથે વાતચીત દરમિયાન કોરોના ગાઈડલાઇનનું (Corona Virus Guideline) પાલન કરવું જરૂરી છે.
કોરોના પહેલાની લાઈફ સ્ટાઈલ ક્યારે આવશે?
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં વેક્સીન લગાવ્યા બાદ હર્ડ ઈમ્યુનિટિ (Herd Immunity) પ્રાપ્ત થઈ જશે, જે વાયરસને સરળતાથી ફેલાવવા નહીં દે. ત્યારબાદ તમે તમારી લાઈફ સ્ટાઈલને પહેલાની જેમ નોર્મલ કરી શકશો અને માસ્ક અથવા સોશિયલ ડિસ્ટન્સિંગને (Social Distancing) તમારી રૂટિન લાઈફથી દૂર કરી શકશો. AIIMS એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, હર્ડ ઇમ્યુનિટિ મેળવવા માટે 70 ટકાથી વધારે આબાદીને પહેલા કોરોના રસી લગાવવી પડશે. પરંતુ તેમાં લગભગ 1 વર્ષનો સમય લાગી શકે છે. (ફોટો સાભાર: આનંદા ઇન્ડિયા)
Trending Photos