શું લગ્ન પછી મહિલાઓએ સરનેમ બદલવાની જરૂર છે ખરી? જાણી લેજો નહીંતર મનમાં વહેમ રહી જશે

Marriage: લગ્ન બાદ સામાન્ય રીતે યુવતીઓ પોતાની સરનેમ બદલી પતિનું ઉપનામ લગાવે છે. એશ્વર્યા રાય બચ્ચન- પ્રિયંકા ચોપડા જોનસ અને મીરા રાજપૂત જેવી હસીનાઓએ પણ પોતાના નામ બાદ પતિની સરનેમ જોડી હતી.

 શું લગ્ન પછી મહિલાઓએ સરનેમ બદલવાની જરૂર છે ખરી? જાણી લેજો નહીંતર મનમાં વહેમ રહી જશે

આપણે ત્યાં ઘણી જગ્યાએ આજની તારીખે એવું ચલણ જોવા મળે છે કે, લગ્ન પછી મહિલાઓ પોતાની સરનેમ બદલે છે. મતલબ કે, લગ્ન બાદ તેના નામ પાછળ પતિનું નામ અને પતિની સરનેમ લાગી જાય છે પરંતુ અહીં ખુલાસો એ કરવા જઇ રહ્યા છીએ કે, હકીકતમાં મહિલાઓએ લગ્ન પછી સરનેમ બદલવાની જરૂર છે કે, નહીં..

તો લગ્ન પછી મહિલાઓએ સરનેમ બદલવી જ જોઇએ એવું જરૂરી નથી. આ મેટર સંપૂર્ણ રીતે વ્યક્તિગત પસંદ પર આધારિત છે. ભારતીય સંવિધાનમાં આવો કોઇ જ નિયમ નથી કે, મહિલાઓએ લગ્ન પછી પોતાની સરનેમ બદલવી જોઇએ.

મહિલાઓ લગ્ન પછી પણ પોતાના પિતાની સરનેમ રાખી શકે છે. આ માટે તેઓને છૂટ હોય છે કારણ કે, દરેક વ્યક્તિને પોતાનું નામ પસંદ કરવાની સ્વતંત્રતા મળેલી છે. એવામાં જો લગ્ન પછી સરનેમ બદલવી એ કાનૂની સ્વરૂપે અનિવાર્ય ન કહી શકાય. 

— Zee 24 Kalak (@Zee24Kalak) December 2, 2024

 કેટલીક મહિલાઓ સામાજિક પરંપરાઓના કારણે સરનેમ બદલતી હોય છે. જો કે, આજના આધુનિક યુગમાં ઘણી મહિલાઓ પોતાની એક અલગ ઓળખ બનાવવા માટે લગ્ન પછી પણ સરનેમ નથી બદલતી. 

આમ છતાં પણ જો કોઇ યુવતી પોતાની સંમતિથી લગ્ન પછી સરનેમ બદલવા માગતી હોય તો તે બદલાવી શકે છે પરંતુ સરનેમ બદલવા માટેની પ્રોસેસ લાંબી કહી શકાય. આ ઉપરાંત ઘણા પ્રકારના દસ્તાવેજોમાં બદલાવ કરવો આવશ્યક છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news