Devshayani Ekadashi 2023: 28 જૂને દેવપોઢી એકાદશી, સુખ-સૌભાગ્ય માટે રાશિ અનુસાર કરો આ ઉપાય
Devshayani Ekadashi 2023: હિંદુ પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ દેવશયની એકાદશી તરીકે ઉજવાય છે. વર્ષ દરમિયાન આવતી એકાદશીમાં આ એકાદશી મહત્વની હોય છે. કારણ કે આ દિવસથી ભગવાન પોઢી જાય છે અને ચાર્તુમાસનો પ્રારંભ થાય છે. આ વર્ષે દેવશયની એકાદશી 29 જૂને ઉજવાશે.
Trending Photos
Devshayani Ekadashi 2023: હિંદુ પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ દેવશયની એકાદશી તરીકે ઉજવાય છે. વર્ષ દરમિયાન આવતી એકાદશીમાં આ એકાદશી મહત્વની હોય છે. કારણ કે આ દિવસથી ભગવાન પોઢી જાય છે અને ચાર્તુમાસનો પ્રારંભ થાય છે. આ વર્ષે દેવશયની એકાદશી 29 જૂને ઉજવાશે. આ દિવસે રાશિ અનુસાર કેટલાક ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. આજે તમને જણાવીએ દેવશયની એકાદશી પર રાશિ અનુસાર કરવાના ઉપાયો વિશે.
એકાદશીના રાશિ અનુસાર ઉપાય:
મેષ રાશિ - આ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુને ગોળ ધરાવવો. આ ઉપાયય કરવાથી સૌભાગ્યપ્રાપ્તિ થાય છે.
વૃષભ રાશિ - આ રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરવો.
આ પણ વાંચો:
મિથુન રાશિ - આ રાશિના લોકોએ દેવશયની એકાદશીના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો અને તુલસીના છોડમાં ગંગાજળ અર્પણ કરવું.
કર્ક રાશિ - કર્ક રાશિના લોકોએ દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરી અને હળદરની સાત ગાંઠ તેમને અર્પણ કરવી.
સિંહ રાશિ - સિંહ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુને પીળુ પિતાંબર અર્પણ કરવું અને વિષ્ણુ મંત્રનો જાપ કરવો.
કન્યા રાશિ - આ રાશિના લોકોએ એકાદશી પર વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે.
તુલા રાશિ - આ રાશિના લોકોએ ચંદનથી ભગવાન વિષ્ણુને તિલક કરી પછી પોતાના માથા પર તિલક કરવું. તેનાથી આકર્ષણ વધે છે.
વૃશ્ચિક રાશિ - આ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુને મધ અને દહીં અર્પણ કરવું જોઈએ.
ધન રાશિ - આ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુની પૂજા કરી તેમને નારિયેળ અર્પણ કરવું.
મકર રાશિ - આ રાશિના લોકોએ એકાદશીના દિવસે જરૂરીયાતમંદ વ્યક્તિને સાત ધાનનું દાન કરવું જોઈએ.
આ પણ વાંચો:
કુંભ રાશિ - કુંભ રાશિના લોકોએ દેવશયની એકાદશી પર તુલસીજીને લાલ ચુંદડી અર્પણ કરવી.
મીન રાશિ - આ રાશિના લોકોએ ગરીબોને અને બ્રાહ્મણોને ભોજન કરાવવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે