શું SCs અને STs ને અનામત ફક્ત 10 વર્ષ માટે હતું? CJI ચંદ્રચૂડે જતા જતા દૂર કરી મોટી ગેરસમજ
25 વર્ષની શાનદાર ન્યાયિક કરિયર કે જેમાં આઠ વર્ષ સુપ્રીમ કોર્ટમાં કહ્યા જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ રહવિવારે રિટાયર થયા. વકીલો તેમને ન્યાયપાલિકાના રોકસ્ટાર કહે છે. રિટાયરમેન્ટ બાદ એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અનામત હંમેશા માટે ચાલુ રહેવું જોઈએ તો તેના પર તેમણે શું કહ્યું તે ખાસ જાણો.
Trending Photos
25 વર્ષની શાનદાર ન્યાયિક કરિયર કે જેમાં આઠ વર્ષ સુપ્રીમ કોર્ટમાં કહ્યા જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ રહવિવારે રિટાયર થયા. વકીલો તેમને ન્યાયપાલિકાના રોકસ્ટાર કહે છે. રિટાયરમેન્ટ બાદ એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અનામત હંમેશા માટે ચાલુ રહેવું જોઈએ તો તેના પર તેમણે કહ્યું કે આ સમાનતાનું એક એવું મોડલ છે જેને અજમાવાયું છે અને પારખવામાં આવ્યું છે તથા ભારતમાં કારગર રહ્યું છે. તેમણે એવી ગેરસમજ પણ દૂર કરી કે બંધારણના નિર્માતાઓએ અનુસૂચિત જાતિઓ (SCs) અને અનુસૂચિત જનજાતિઓ(STs) ઓ માટે અનામતની જોગવાઈ 10 વર્ષ માટે કરી હતી.
અનામત અંગે ખુલાસો
ડીવાય ચંદ્રચૂડે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે બંધારણની કલમ 334માં કહેવાયું છે કે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત 10 વર્ષમાં સમાપ્ત થઈ જવું જોઈએ. આ જોગવાઈમાં અનેકવાર સંશોધન કરાયું, જે મુજબ હવે તે 80 વર્ષમાં સમાપ્ત થઈ જશે. આ પ્રકારે સમય મર્યાદા ફક્ત વિધાનમંડળમાં અનામત માટે નિર્ધારિત કરાઈ હતી, શૈક્ષણિક સંસ્થાનો અને સેવાઓમાં અનામત માટે નહીં.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે બંધારણીય દ્રષ્ટિકોણથી સમય મર્યાદામાં સંશોધન ફક્ત ત્યારે જ ગેરબંધારણીય છે જ્યારે મૂળ અને અસંશોધિત જોગવાઈએ એક પાયાની વિશેષતાનું ચરિત્ર પ્રાપ્ત કર્યું હોય. અવસરની સમાનતાની અવધારણા શાશ્વત છે. તે બંધારણની મૂળ વિશેષતાઓમાંથી એક છે. અનામત અવસરની સમાનતા સુનિશ્ચિત કરવાનું એક સાધન છે. તમે એ વાતથી ઈન્કાર કરી શકો નહીં કે સકારાત્મક કાર્યવાહીના સાધન તરીકે અનામતે વાસ્તવિક સમાનતાને વધારી છે. આ સમાનતા એક એવું મોડલ છે જેને અજમાવામાં આવ્યું છે અને પારખવામાં આવ્યું છે, જેણે ભારતમાં કામ કર્યું છે.
વિદાય સમારોહ
રિટાયરમેન્ટ પહેલા 8 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને સીજેઆઈ માટે વિદાય સમારોહનું આયોજન કર્યું. આ દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે પોતાના પિતા તરફથી મળેલા એક ફ્લેટનો કિસ્સો પણ સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમણે (પિતાએ) પુણેમાં આ નાનકડો ફ્લેટ ખરીદ્યો હતો. મે તેમને પૂછ્યું કે આખરે તમે પુણેમાં ફ્લેટ કેમ ખરીદી રહ્યા છો? આપણે ત્યાં જઈને ક્યાં રહેવાના છીએ? તેમણે કહ્યું કે, મને ખબર છે કે હું ત્યાં ક્યારેય નહીં રહું. મને નથી ખબર કે હું તમરી સાથે ક્યાં સુધી રહીશ, પરંતુ એક કામ કરો જજ તરીકે તમારા કાર્યકાળના અંતિમ દિવસો સુધી આ ફ્લેટને તમારી પાસે રાખો. મે કહ્યું કે આવું કેમ? તો તેમણે કહ્યું કે, જો તમને લાગે કે તમે નૈતિક ઈમાનદારી કે બૈદ્ધિક ઈમાનદારી સાથે ક્યારેય સમાધાન કર્યું છે તો હું તમને જણાવવા માંગુ છું કે તમારા માથા પર એક છત છે. એક વકીલ કે જજ તરીકે ક્યારેય સમાધાન કરવું જોઈએ નહીં. કારણ કે તમારી પાસે તમારું કોઈ ઘર નથી.
#WATCH | While addressing his farewell function, Chief Justice of India DY Chandrachud says "He (my father) bought this small flat in Pune. I asked him, why on earth are you buying a flat in Pune? When are we going to go and stay there? He said, I know I'm never going to stay… pic.twitter.com/6nqbSH7HKk
— ANI (@ANI) November 8, 2024
માતાની શીખામણ
એ જ કાર્યક્રમમાં જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે મારી માતાએ મને કહ્યું હતું કે મે તારું નામ ધનંજય રાખ્યું છે પરંતુ તારા નામ ધનંજયમાં ધન ભૌતિક સંપત્તિ નથી . હું ઈચ્છું છું કે તમે જ્ઞાન મેળવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે