આજે લાભ પાંચમ, જો તમે આટલું કામ કરશો તો તમારું આખું વર્ષ રહેશે સારું!
આજના દિવસથી સારા કામની શરૂઆત કરવાથી આખું વર્ષ ફળદાયી નિવડે છે. સાથે જ ભગવાનની ભક્તિના પ્રભાવથી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારને દૂર કરવાનો આ સૌથી ઉત્તમ અવસર છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજના દિવસથી સારા કામની શરૂઆત કરવાથી આખું વર્ષ ફળદાયી નિવડે છે. સાથે જ ભગવાનની ભક્તિના પ્રભાવથી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારને દૂર કરવાનો આ સૌથી ઉત્તમ અવસર છે. આજે લાભ પાંચમનો પાવન દિવસ છે. જેને સૌભાગ્ય પાંચમ પણ કહેવામાં આવે છે. વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળી પછીનો આ દિવસ ખાસ એટલે માટે છે, કારણ કે આજથી વેપારીઓ પોતાના વેપાર-ધંધાની શરૂઆત કરે છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા સુખ અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. નવા વર્ષની રજાઓ માણ્યા બાદ આજથી વેપાર-ધંધા શરૂ કરવા માટેનો ઉત્તમ દિવસ છે.
જે લોકો દિવાળીએ ચોપડા પૂજન નથી કરતા એ લોકો આજે શારદા પૂજન કરે છે. આજે નવી ખાતાવહીમાં એન્ટ્રી કરવામાં આવે છે. સાથે જ આશીર્વાદ માટે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આજના દિવસથી સારા કામની શરૂઆત કરવાથી આખું વર્ષ ફળદાયી નિવડે છે. સાથે જ ભગવાનની ભક્તિના પ્રભાવથી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારને દૂર કરવાનો આ સૌથી ઉત્તમ અવસર છે.
આવી રીતે કરો પૂજા-
સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરો. ભગવાન ગણેશ, ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમાઓની સામે બેસો. ભગવાન ગણપતિને ચંદન, સિંદૂર, ચોખા, ધૂપ અને દૂર્વા અર્પિત કરો. જે બાદ માતા પાર્વતી અને માતા લક્ષ્મીને ફૂલ અર્પણ કરો. માતા લક્ષ્મીને વસ્ત્ર, અત્તર, હળદર પણ અર્પણ કરો. જે બાદ ગણેશ અને લક્ષ્મીના મંત્રોનો જાપ કરો. વિવાહિત મહિલાઓને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા પણ કરવું જોઈએ. આજના દિવસ પછી લગ્ન માટેના મુહૂર્ત પણ નિકળે છે. એટલે કે લગ્ન સરાની સિઝનની શરૂઆત થઈ જાય છે. એટલે જ આ પાંચમને લાભ પાંચમ કહેવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે