Kaal Sarp Dosh: તમારા જીવનમાં આવી ઘટનાઓ બનતી હોય તો સમજજો કુંડળીમાં છે કાલ સર્પ દોષ, આ રીતે મેળવો મુક્તિ

Kaal Sarp Dosh Nivaran: કુંડળીમાં ઘણા પ્રકારના શાપિત દોષ હોવાથી વ્યક્તિના જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કાલ સર્પ દોષ પણ તેમાંથી એક છે. જાણો કુંડળીમાં આ દોષ હોવાથી વ્યક્તિને કઇ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેના ઉપાય. 
 

Kaal Sarp Dosh: તમારા જીવનમાં આવી ઘટનાઓ બનતી હોય તો સમજજો કુંડળીમાં છે કાલ સર્પ દોષ, આ રીતે મેળવો મુક્તિ

Kaal Sarp Dosh Ke Upay: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઇપણ વ્યક્તિના જન્મ વખતે તેની કુંડળીમાં ઘણા પ્રકારના શુભ અને અશુભ યોગ બને છે. આ શુભ અને અશુભ યોગ વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મ પ્રભાવ પાડે છે. કુંડળીમાં કેટલા અશુભ યોગ સુખ-શાંતિ છિનવી લે છે. તમામ પ્રકારની સુખ-સુવિધાઓ હોવાછતાં પણ તેના જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 

જો ગ્રહોના કારણે કુંડળીમાં ખામીઓ બની રહી હોય તો તેને જલ્દી દૂર કરવાના ઉપાય કરવા જોઈએ. જેથી તેની અશુભ અસરોથી બચી શકાય. કુંડળીમાં કાલસર્પ યોગ અથવા કાલસર્પ દોષ હોવો ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલા માટે કાલસર્પ દોષનો ઉપાય જલદીથી કરી લો. અન્યથા આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે.

તમને જણાવી દઇએ કે કુંડળીમાં ઘણીવાર શાપિત યોગ પણ હોય છે. તેમાંથે એક છે કાલ સર્પ દોષ હોવો. તેનો અર્થ એ નથી કે તમને ફક્ત ઉંઘમાં સાપના સપના આવશે. પરંતુ તમારા જીવનમાં ઘણી એવી ઘટનાઓ સર્જાય છે જેનાથી ખબર પડે છે કે જાતકની કુંડળીમાં કાલ સર્પ યોગ છે. જાણો કાલ સર્પ દોષના લક્ષણ અને તેનું નિવારણ. 

કાલસર્પ દોષ આ રીતે રચાય છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કુંડળીના ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે આવે છે ત્યારે તેને કાલસર્પ દોષ કહેવાય છે. રાહુને જ્યોતિષમાં કાલ કહેવામાં આવતો હોવાથી તેનો અર્થ મૃત્યુ થાય છે. અને સર્પને કેતુના પ્રમુખ દેવતા કહેવામાં આવે છે, તેથી આ દોષને કાલ સર્પ દોષ કહેવામાં આવે છે. કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો ગ્રહોના શુભ પરિણામનો પણ નાશ થાય છે.

કાલસર્પ દોષના લક્ષણો
- જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે તેમને ઘણી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી વ્યક્તિની પ્રગતિ, લગ્ન અને કાર્યોમાં અવરોધો આવે છે.
- કુંડળીમાં કાલસર્પ દોષની હાજરી પણ સંતાન સંબંધી સમસ્યાઓ આપે છે. કાં તો બાળક નથી થતું અથવા બાળકને ઘણી સમસ્યાઓ છે.
કાલસર્પ દોષને કારણે વ્યક્તિની કારકિર્દીમાં વારંવાર અવરોધો આવે છે. ધંધામાં નુકસાન થાય.
સ્વપ્નમાં વારંવાર સાપ જોવો એ પણ કુંડળીમાં કાલસર્પ દોષનો સંકેત છે.

શિવલિંગ પર ચાંદીના સાપ અર્પણ કરો
વહેલા ઊઠીને સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરો અને મહામૃત્યુંજય મંત્રનો 108 વખત જાપ કરો. આ પછી શિવલિંગ પર ચાંદીના બનેલા સાપની જોડી અર્પણ કરો અને શુભ ફળ માટે મહાદેવને પ્રાર્થના કરો. આનાથી તમે જલ્દી જ કાલસર્પ દોષના અશુભ પ્રભાવથી છુટકારો મેળવી શકશો. 

કાલસર્પ યંત્ર લાવો
ઘરના પૂજા સ્થાન પર કાલસર્પ યંત્રની સ્થાપના કરો અને દરરોજ તેની પૂજા કરો. સવાર-સાંજ દીવો પ્રગટાવો. આ યંત્રની અસરથી ઘરની નકારાત્મકતા પણ દૂર થઈ જાય છે.

કાલસર્પ દોષ માટેના ઉપાય
કાલસર્પ દોષથી છુટકારો મેળવવા માટે શનિવારે વહેતા પાણીમાં કોલસો પ્રવાહિત કરો. સોમવાર શિવરાત્રી અથવા નાગ પંચમીના દિવસે શિવલિંગ પર ચાંદીના સાપ ચઢાવો. વહેતા પાણીમાં ચાંદીના સાપને વહેવડાવવું એ પણ કાલસર્પ દોષથી છુટકારો મેળવવાનો સારો ઉપાય છે. સાવન માસમાં કાલસર્પ દોષ નિવારણના ઉપાય કરવા પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કાલસર્પ દોષ માટે કરો આ વિશેષ પૂજા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. આ માટે સૌથી પહેલા કોઈ જ્યોતિષ અથવા બ્રાહ્મણની સલાહ લો. આ સિવાય કાલસર્પ દોષ પૂજા માટે ઉજ્જૈન, ત્ર્યંબકેશ્વર અને નાસિક જેવા સ્થળો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જો અહીં જવું શક્ય ન હોય તો કોઈપણ નદીના કિનારે કાલસર્પ દોષની પૂજા કરી શકાય છે. આ ઉપાય કરવાથી તમારી સમસ્યાઓ ઓછી થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news