સપ્ટેમ્બરમાં લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ, 15 દિવસ સુધી સાવચેત રહેજો આ લોકો, જાણો તારીખ-સમય
Chandra Grahan 2024 Date Time: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ સપ્ટેમ્બર મહિનામાં થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ 4 રાશિના લોકોને નુકસાન પહોંચાડી શકે છે. જાણો ભારતમાં ક્યારે દેખાશે ચંદ્રગ્રહણ?
Trending Photos
Chandra Grahan 18 September 2024: વર્ષ 2024ના બીજું ચંદ્રગ્રહણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ ચંદ્રગ્રહણ સપ્ટેમ્બર મહિનામાં થશે અને આંશિક ચંદ્રગ્રહણ હશે. અગાઉ માર્ચમાં હોળીના દિવસે ચંદ્રગ્રહણ થયું હતું. સપ્ટેમ્બર 2024માં થનારું ચંદ્રગ્રહણ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ હશે.
ચંદ્ર ગ્રહણની તારીખ-સમય
વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ 18 સપ્ટેમ્બર, 2024ના રોજ લાગી રહ્યા છે. વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ 18 સપ્ટેમ્બરનો રોજ ભારતીય સમયાનુંસાર સવારે 6.11 વાગ્યાથી આરંભ થશે અને 10.17 પર સમાપ્ત થઈ જશે. તે રીતે આ ચંદ્ર ગ્રહણ 4 કલાક 6 મિનિટનું હશે. આ આંશિક ચંદ્ર ગ્રહણ થશે.
ચંદ્રગ્રહણનું સૂતક
હિંદુ ધર્મમાં ગ્રહણને શુભ માનવામાં આવતું નથી. તેથી ગ્રહણ દરમિયાન ઘણા કાર્યો કરવામાં આવતા નથી. ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે અને જ્યારે ગ્રહણ સમાપ્ત થાય છે ત્યારે સમાપ્ત થાય છે. આ ચંદ્રગ્રહણ દિવસ દરમિયાન થવાનું હોવાથી ભારતમાં તે દેખાશે નહીં. તેથી, આ ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો પણ ભારતમાં માન્ય રહેશે નહીં.
ચંદ્ર ગ્રહણ આ રાશિઓ માટે અશુભ
મેષ રાશિ: આ લોકોને સંબંધોમાં મતભેદનો સામનો કરવો પડી શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. આ સમય દરમિયાન સાવચેતીપૂર્વક વર્તવું વધુ સારું છે.
કર્કઃ કર્ક રાશિના જાતકોના કરિયરમાં બદલાવ આવી શકે છે. તમને નોકરી છોડવાની ફરજ પડી શકે છે અથવા તમારી નોકરી બદલવાની યોજના બની શકે છે. અંગત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.
તુલા: તુલા રાશિ માટે ચંદ્ર ગ્રહણ મિશ્રિત ફળ આપશે. વર્કપ્લેસ પર મિશ્ર અસર જોવા મળશે. સહકર્મીઓ સાથે સમસ્યા થઈ શકે છે. સાવચેત રહો.
મકર: મકર રાશિના જાતકોને ચંદ્રગ્રહણ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. ઘરના વડીલો સાથે મતભેદ થઈ શકે છે, જે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે