મંગળ સૂર્યની રાશિમાં કરશે પ્રવેશ; આ 4 રાશિવાળાને બનાવશે માલામાલ, મા લક્ષ્મીની કૃપાથી થશે ધનના ઢગલા!

Mangal ka rashi parivartan 2023: જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને સાહસ, શૌર્ય, પરાક્રમ, ભૂમિ અને લગ્નનો કારક ગણવામાં આવ્યો છે. જો કુંડળીમાં મંગળની અશુભ સ્થિતિ હોય તો વ્યક્તિ આળસુ, ડરપોક બની શકે છે. તેના લગ્નમાં સમસ્યા આવી શકે છે. જ્યારે મંગળ શુભ અવસ્થામાં હોય તો જાતકને નીડર, સાહસિક અને જમીનનો માલિક બનાવે છે.

મંગળ સૂર્યની રાશિમાં કરશે પ્રવેશ; આ 4 રાશિવાળાને બનાવશે માલામાલ, મા લક્ષ્મીની કૃપાથી થશે ધનના ઢગલા!

Mangal ka rashi parivartan 2023: જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને સાહસ, શૌર્ય, પરાક્રમ, ભૂમિ અને લગ્નનો કારક ગણવામાં આવ્યો છે. જો કુંડળીમાં મંગળની અશુભ સ્થિતિ હોય તો વ્યક્તિ આળસુ, ડરપોક બની શકે છે. તેના લગ્નમાં સમસ્યા આવી શકે છે. જ્યારે મંગળ શુભ અવસ્થામાં હોય તો જાતકને નીડર, સાહસિક અને જમીનનો માલિક બનાવે છે. આવનારી 7 જુલાઈના રોજ મંગળ ગોચર કરવા જઈ રહ્યો છે. 7 જુલાઈએ મંગળ રાશિ પરિવર્તન કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળનું ગોચર તમામ 12 રાશિઓના જીવનને પ્રભાવિત કરશે. આ અસર શુભ હોય કે અશુભ પણ હોઈ શકે છે. જ્યારે જ્યોતિષની નજરથી જોઈએ તો 7 જુલાઈના રોજ થઈ રહેલા મંગળ ગોચરથી કેટલીક રાશિના જાતકોને ખુબ સારા પરિણામ મળી શકે છે. 

મંગળ ગોચરથી આ રાશિવાળાના જીવનમાં થશે બસ મંગળ જ મંગળ

વૃષભ રાશિ
વૃષભ રાશિવાળાના જાતકો માટે મંગળનું રાશિ પરિવર્તન ખુબ લાભ કરાવશે. જેની યોજના તમે  લાંબા સમયથી ઘડી રહ્યા હતા તેમાં તમે વાહન કે પ્રોપર્ટી ખરીદવામાં સફળ રહેશો. જીવન આરામદાયી રહેશે. અચાનક ક્યાંકથી ઢગલો પૈસા મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં ઉછાળો આવશે. 

સિંહ રાશિ
મંગળ ગોચર કરીને સિંહ રાશિમાં જ પ્રવેશ કરશે અને શુભ ફળ આપશે. તમે ઉર્જાવાન અને સ્વસ્થ મહેસૂસ કરશો. તમે જે પણ કામ હાથમાં લેશો તેને પૂરું કરશો. ભાગ્યનો સાથ મળશે. જમીન, મકાન અને ધનના મામલે લાભ થઈ શકે છે. અચાનક પૈસા મળતા બચતમાં વધારો થશે. 

ધનુ રાશિ
ધનુ રાશિના જાતકોને મંગળ ગોચર ખુબ લાભ કરાવશે. તમને ભાગ્યનો સાથ મળશે. લાંબા સમય સુધી અટકેલા કામ અચાનક બનવા લાગશે. તમારા પ્રયત્નો રંગ  લાવશે. ઘરમાં ધાર્મિક કે માંગલિક આયોજન પણ થઈ શકે છે. વિદેશથી ભણવાનું સપનું પૂરું થઈ શકે છે. 

વૃશ્ચિક રાશિ
મંગળનું ગોચર વૃશ્ચિક રાશિવાળાને કરિયરમાં લાભ કરાવી શકે છે. તમને પ્રગતિ અને પૈસા મળી શકે છે. બેરોજગાર લોકોને નોકરીના પ્રસ્તાવ મળી શકે છે. કારોબારમાં લાભ થઈ શકે છે. તમારી જવાબદારીઓ વધી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news