Ram Navami 2023: 700 વર્ષ બાદ રામનવમી પર ત્રેતાયુગ જેવો શુભ સંયોગ, 9 શુભ યોગ વિશે ખાસ જાણો

Ram Navami 2023 Shubh Yog and Puja Muhrat: રામનવમીનો પાવન પર્વ આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વર્ષે રામનવમી પર ત્રેતાયુગ જેવો શુભ સંયોગ અને નક્ષત્ર છે. રામનવમી પર પૂજનના ગુરુ પુષ્યયોગ સહિત નવ અતિ ઉત્તમ યોગ બનાવી રહ્યા છે. 

Ram Navami 2023: 700 વર્ષ બાદ રામનવમી પર ત્રેતાયુગ જેવો શુભ સંયોગ, 9 શુભ યોગ વિશે ખાસ જાણો

Ram Navami 2023 Shubh Yog and Puja Muhrat: રામનવમીનો પાવન પર્વ આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વર્ષે રામનવમી પર ત્રેતાયુગ જેવો શુભ સંયોગ અને નક્ષત્ર છે. રામનવમી પર પૂજનના ગુરુ પુષ્યયોગ સહિત નવ અતિ ઉત્તમ યોગ બનાવી રહ્યા છે. આ યોગોને માંગલિક કાર્યો, પૂજા પાઠ સાથે ખરીદી માટે પણ શુભ ગણવામાં આવે છે. જ્યોતિષાચાર્યો મુજબ ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ અને પુનર્વસુ નક્ષત્રમાં થયો હતો. આ વર્ષે 2023માં પણ આવો જ સંયોગ બન્યો છે. 

જ્યોતિષ શાસ્ત્રીઓના જણાવ્યાં મુજબ લગબગ 700 વર્ષ બાદ રામનવમી પર સર્વાર્થ સિદ્ધિ, બુધાદિત્ય, મહાલક્ષ્મી, સિદ્ધિ, કેદાર, ગજકેસરી, રવિયોગ,સત્કિર્તી, અને હંસ નામના રાજયોગ બન્યા છે. 

રામનવમી પર બની રહ્યા છે નવ શુભ યોગ

બ્રહ્મ મુહૂર્ત- સવારે 04:41 થી 5:28 mgOr
અભિજિત મુહૂર્ત- બપોરે 12:01 થી 12:51 સુધી
વિજય મુહૂર્ત- બપોરે 2:30 થી 3:19 સુધી
ગોધૂલી મુહૂર્ત- સાંજે 6:36 થી 7:00 સુધી
અમૃત કાળ- રાતે 8:18 થી 10:06 વાગ્યા સુધી
નિશિતા મુહૂર્ત- મધરાતે 12:02 વાગ્યાથી માર્ચ 31 12:48 વાગ્યા સુધી
ગુરુપુષ્ય નક્ષત્ર- રાતે 10:59 વાગ્યાથી બીજા દિવસ સવારે 6:13 વાગ્યા સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ- આખો દિવસ
અમૃત સિદ્ધિ યોગ- રાતે 10:59 વાગ્યાથી બીજા દિવસે સવારે 6:13 વાગ્યા સુધી
રવિ યોગ- આખો દિવસ

રામનવમીના પૂજા મુહૂર્ત
રામનવમીની પૂજા માટે શુભ મુહૂર્ત સવારે 11 વાગ્યાથી 35 મિનિટથી શરૂ થશે જે બપોરે 1 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ પૂજાનું બીજું શુભ મુહૂર્ત બપોરે 1:30 વાગ્યાથી લઈને બપોરે 3:30 મિનિટ સુધી રહેશે. 

રામનવમીએ હવનની વિધિ
રામનવમીના શુભ દિવસે સવારે જલદી ઉઠવું જોઈએ. સ્નાન વગેરે ક્રિયા પતાવીને સ્વચ્છ થઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. શાસ્ત્રો મુજબ હવનના સમયે પતિ અને પત્નીએ સાથે બેસવું જોઈએ. કોઈ સ્વચ્છ સ્થાન પર હવનકૂંડનું નિર્માણ કરો. હવન કૂંડમાં આંબાના ઝાડની લાકડીઓ અને કપૂરથી અગ્નિ પ્રજ્વલિત કરો. હવન કૂંડમાં તમમામ દેવી દેવતાઓના નામની આહૂતિ આપવી જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ ઓછામાં ઓછા 108 વખત આહૂતિ આપવી જોઈએ. તમે તેનાથી વધુ આહૂતિ પણ આપી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news