શુક્ર-શનિની યુતિથી 3 રાશિવાળાને થશે બંપર લાભ, નોકરી-વેપારમાં પ્રગતિની સાથે મળશે અપાર ધન!

ડિસેમ્બર 2024માં શુક્રનું કુંભમાં ગોચર થતા જ તેમની યુતિ પહેલેથી જ ત્યાં બેઠેલા શનિદેવ સાથે થશે. શુક્ર અને શનિની યુતિ થવાથી તમામ રાશિઓને અસર થશે. પરંતુ 3 રાશિઓને ખુબ લાભ થઈ શકે છે. જાણો આ 3 ભાગ્યશાળી રાશિઓ વિશે...

શુક્ર-શનિની યુતિથી 3 રાશિવાળાને થશે બંપર લાભ, નોકરી-વેપારમાં પ્રગતિની સાથે મળશે અપાર ધન!

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચર એટલે કે ગ્રહોના રાશિ અને નક્ષત્રમાં પ્રવેશથી આ ગ્રહોની યુતિ, યોગ અને સંયોગ સમયાંતરે બનતા રહે છે. ગ્રહોના ગોચરનો પ્રભાવ દેશ-દુનિયા, હવામાન, પ્રકૃતિ સહિત તમામ રાશિઓ અને જાતકો પર પડે છે. ડિસેમ્બર 2024માં શુક્ર અને શનિની યુતિ બની રહી છે. આ યુતિ કુંભ રાશિમાં બનશે. જેની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ 3 રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ રાશિવાળાને ધનલાભની સાથે સાથે માન સન્માનની પ્રાપ્તિ થશે. જાણો આ 3 લકી રાશિ વિશે...

તુલા રાશિ
તુલા રાશિ શનિદેવની ઉચ્ચ રાશિ છે. આ રાશિના લોકો શુક્ર અને શનિની યુતિ દરમિયાન વધુ સ્થિર અને ધૈર્યવાન મહેસૂસ કરશે. તેઓ પોતાના  લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરશે. આવકમાં વધારાના સંકેત છે. રોકાણથી લાભ થઈ શકે છે. નોકરીયાતોને વર્ક પ્લેસ પર તેમના કામને માન્યતા મળશે. નવા ગ્રાહકો મળવાથી વેપારમાં સ્થિરતા આવશે. ઉદ્યોગ ધંધામાં વિસ્તારની તકો મળી શકે છે. રિટેલ ધંધામાં લાભ થશે. વેપારી હેતુથી મુસાફરી થઈ શકે છે અને લાભ કરાવી શકે છે. વિદ્યાર્થીઓને કરિયરમાં સફળતા મળશે. કૌટુંબિક જીવનમાં પરિવારના સભ્યો સાથે સંબંધ મજબૂત થશે. વૈવાહિક જીવનમાં મધુરતા આવશે. લવ રિલેશનશીપમાં વિવાહના યોગ બની શકે છે. 

Add Zee News as a Preferred Source

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે કુંભ રાશિમાં બની રહેલી શુક્ર-શનિની યુતિ સકારાત્મક સાબિત થઈ શકે છે. રિટેલ વેપારમાં વેચાણ વધશે. ગ્રાહકો સંતુષ્ટ થશે. વિદ્યાર્થીઓને કરિયરમાં પ્રગતિ થશે. અભ્યાસમાં સફળતા મળશે. આવક વધવાથી જૂના કરજ ચૂકવવામાં સરળતા રહેશે. હાલ કોઈને કરજ આપો નહીં કે નવું કરજ લેતા નહીં. કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા મળવાની શક્યતા છે. કૌટુંબક સંબંધો મધુર બનશે. મેરિડ લાઈફમાં મધુરતા રહેશે. લવ લાઈફમાં સંબંધો મજબૂત થશે. વિવાહના યોગ બની શકે છે. જૂની બીમારીઓ દૂર થવાથી સ્વાસ્થ્ય સારું રહેશે. 

મીન રાશિ
મીન રાશિના જાતક કુંભ રાશિમાં બનેલા શુક્ર-શનિની યુતિની સકારાત્મક અસરથી વધુ આત્મવિશ્વાસુ અને નિર્ણાયક મહેસૂસ કરશે. તેઓ પોતાની ભાવનાઓને સારી રીતે સમજશે અને વ્યક્ત કરશે. આવકમાં વધારાના પ્રબળ સંકેત છે. વધારાની આવકના સોર્સ ખુલી શકે છે. નોકરી અને કરિયરમાં સ્થિરતા અને પ્રગતિ જોવા મળશે. સાથે કામ કરનારાઓ સાથે સંબંધ મધુર બનશે. ઉદ્યોગ ધંધામાં પણ લાભ થશે. નવા પ્રોજેક્ટ શરૂ  થઈ શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાથી સારી નોકરી મળવાની શક્યતા છે. કૌટુંબિક જીવન સુખદ રહેશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news