શનિનું મકરમાંથી કુંભ રાશિમાં ભ્રમણ, ધ્યાન રાખજો નહીંતર થઇ જશે રમણ-ભમણ

Saturns Rashi: કર્ક અને વૃશ્ચિક રાશીને નાની પનોતી અઢી વર્ષ ની રહશે અને મકર રાશી ને સાડાસાતી નો છેલ્લો તબક્કો, કુંભ રાશીને સાડાસાતીનો બીજો તબક્કો અને મીન રાશી ને સાડાસાતીનો પ્રથમ તબક્કો જે અઢી વર્ષ તબક્કે મુજબ રહશે,  જે હાલ મિથુન અને તુલા રાશી ને ચાલતી અઢી વર્ષની નાની પનોતી પૂરી થશે જયારે ધન રાશીને ચાલતી સાડાસાતી પૂરી થશે,

શનિનું મકરમાંથી કુંભ રાશિમાં ભ્રમણ, ધ્યાન રાખજો નહીંતર થઇ જશે રમણ-ભમણ

ડો. હેમિલ પી લાઠિયા, જ્યોતિષાચાર્ય: શનિ ન્યાયના કારક ગણાય છે જે કર્મ અનુસાર ફળ આપે છે જે નવગ્રહ મા સૌથી ધીમી ગતિ એ ભ્રમણ કરે છે જે અનુસાર એક રાશીમાં લગભગ અઢી વર્ષ ભ્રમણ કરતા હોય છે, હાલ શનિ મકર રાશીમાંથી તા.૧૭/૦૧/૨૦૨૩ ના રોજ કુંભ રાશીમા પ્રવેશ કરશે જે તા.૨૯/૦૩/૨૦૨૫ સુધી ભ્રમણ કરશે.

કર્ક અને વૃશ્ચિક રાશી ને નાની પનોતી અઢી વર્ષની રહશે અને મકર રાશીને સાડાસાતી નો છેલ્લો તબક્કો, કુંભ રાશી ને સાડાસાતીનો બીજો તબક્કો અને મીન રાશીને સાડાસાતી નો પ્રથમ તબક્કો જે અઢી વર્ષ તબક્કે મુજબ રહશે,  જે હાલ મિથુન અને તુલા રાશી ને ચાલતી અઢી વર્ષ ની નાની પનોતી પૂરી થશે જયારે ધન રાશી ને ચાલતી સાડાસાતી પૂરી થશે.

શનિનું ભ્રમણ પાયાના આધારે પણ ફલાદેશમા ગણતરીમા લેવાતું હોય છે જે મુજબ કુંભ રાશીના ભ્રમણ મુજબ મિથુન, વૃશ્ચિક, મકર રાશી ને સોના નો પાયો, વૃષભ, કન્યા, કુંભ રાશીને તાંબાનો પાયો, કર્ક, તુલા, મીન રાશીને ચાંદીનો પાયો, મેષ, સિંહ, ધન રાશીને લોઢાનો પાયો ગણતરીમા આવશે, કુંડળીમા ગ્રહોની સ્થિતિ, દશા વગેરે પણ ધ્યાનમાં લેવા હિતાવહ ગણાતા હોય છે.

આ પણ વાંચો:  પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ
આ પણ વાંચો: 
 અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી
આ પણ વાંચો: રહસ્યમય મંદિરની ખૌફનાક કહાની: શાપિત કિરાડૂ મંદિરમાં સાંજ પછી જતા ડરે છે લોકો
આ પણ વાંચો:
 'ઉજડે ચમન' કોઇ કહે તે પહેલાં અપનાવો આ ટિપ્સ, કાળા અને લાંબા થશે વાળ

શનીની પનોતીમા કર્મના આધારે ફળ મળતું હોય છે કેમ કે શનિ કર્મ પ્રધાન ગણાય છે, ભારતની આંતર રાષ્ટ્રીય ક્ષેત્રની સ્પર્ધામા એક યુવતીને શનિની પનોતી મા જ સ્પર્ધામા વિજય મળેલો, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શનિની સાડાસાતી દરમિયાન બે વાર ધારાસભ્ય અને બે વાર મુખ્યમંત્રી બન્યા, અનેક ઉદાહરણ જોવા મળી જાય છે કે શનિ ની નાની કે મોટી પનોતી દરમિયાન નોકરીમા પ્રમોશન, સારી ફેર બદલી, કામ મા પ્રગતિ, નવા મકાન, વિદેશ મુસાફરી, જાત્રા વગેરે જેવા પણ કાર્ય થયા હોય છે, માટે પનોતી કાયમ ખરાબ ફળ આપે તે વિચાર કરવાના બદલે કર્મ પ્રમાણે ફળ આપે તેવું પણ વિચારવું પડે છે, કેમકે આપને શનિને કર્મ અને ન્યાયના કારક ગણીએ છે જે રાજા ને રંક અને રંક ને રાજા પણ બનાવે છે જે કર્મ આધીન હોય છે.

કુંભ રાશીમા શનિ ના ભ્રમણ દરમિયાન બાર રાશી પર એક સામાન્ય ફળકથન :

મેષ : ઉતાવળ અને ગુસ્સાની પ્રકૃતિ કરાવે માટે ધીરજ રાખવી

વૃષભ : મહેનત મુજબ ફળ મળશે માટે આયોજન પૂર્વક કામકાજ કરવું.

મિથુન : કામકાજ મા પ્રગતિ કરાવે, ધીરજ અને વ્યવહારુ અભિગમ રાખવો.

કર્ક : ઉતાવળ પ્રકૃતિ વધુ રહે, ધીરજ અને શાંતિ રાખવી,

સિંહ : નાની નાની વાત મા વ્યસ્ત રખાવે, ઉશ્કેરાટ ના રાખવો,

કન્યા : અટકેલા કાર્ય આગળ વધે, ઉત્સાહ રહે,

તુલા : સંબંધ સુધારવાની તક મળે, નવી દિશા દેખાય

વૃશ્ચિક : ગણતરી પૂર્વક આયોજન અને ધીરજ રાખી કાર્ય કરવું,

ધન :  નવા સંબંધ બને, નવું કાર્ય થાય,

મકર : કામકાજ મા ચોકસાઈ રાખવી, શાંતિ જાળવવી

કુંભ : વિવાદ ટાળવો, ધીરજ, ચોકસાઈ  રાખવી, 

મીન : ઉતાવળ ન કરવી, વ્યવહારુ અભિગમ રાખવો.

દરરોજ શિવ જપ અને હનુમાન ચાલીસા વાંચવા હિતાવહ કહી શકાય

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news