Voter id: તમારું વોટર-આઈડી ખોવાયું ગયું છે તો ફિકર નોટ, આ રીતે મોબાઈલ પર કરો ડાઉનલોડ

Voter id: ચૂંટણી પંચ તરફથી ડિજિટલ ફોર્મમાં વોટર આઈડીને ડાઉનલોડ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. જો તમારું વોટર આઈડી ખોવાઈ ગયું હોય તો તમે પણ આ પ્રક્રિયા અપનાવી શકો છો.

Voter id: તમારું વોટર-આઈડી ખોવાયું ગયું છે તો ફિકર નોટ, આ રીતે મોબાઈલ પર કરો ડાઉનલોડ

નવી  દિલ્લી: આ વાતમાં હવે જરા પણ શંકા નથી કે ટેકનોલોજીના કારણે માણસનું જીવન સરળ બનાવી દીધું છે. પહેલાની સરખામણીએ આજે દરેક કામ એકદમ સરળ અને ટાઈમ સેવિંગ બની ગયું છે. આજે મોટાભાગની સર્વિસ ઓનલાઈન શરૂ થઈ ગઈ છે. તમારે કોઈપણ કામ માટે પોતાની હાઈ સ્કૂલનું સર્ટિફિકેટ હોય કે આધાર કાર્ડ કે પછી પાસપોર્ટ. આ બધું ઓનલાઈન અવેલેબલ છે. પોતાના ડોક્યુમેન્ટ્સને ડિજિટલી સેવ રાખવા માટે લોકો ડિજિલોકરનો ઉપયોગ કરે છે.

આ એપમાં બધા પ્રકારના દસ્તાવેજ સેવ કરી શકાય છે. અને જરૂર પડે ત્યારે તેને ગમે ત્યાં રજૂ કરી શકો છો. હવે પહેલાંની જેમ દરેક ડોક્યુમેન્ટ હાથમાં લઈને ફરવાની કોઈ જરૂર નથી. આ લેખના માધ્યમથી તમે જાણી શકશો કે કેવી રીતે વોટર કાર્ડને ડિજિટલી ડાઉનલોડ કરી શકો છો. જી, હા  આ શક્ય છે અને તમે તેને મોબાઈલમાં સેવ પણ કરી શકો છો. જે લોકોનું વોટર આઈડી ખોવાઈ ગયું હોય તેમના માટે આ લેખ કોઈ વરદાનથી ઓછો નથી.

કેવી રીતે ઓનલાઈન ડાઉનલોડ કરશો:
સ્ટેપ-1
સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ https://eci.gov.in/e-epic/ પર ક્લિક કરવું પડશે

સ્ટેપ-2
તેના પછી Download e EPIC પર ક્લિક કરવાનું રહેશે

સ્ટેપ-3
Download e EPIC બટન વેબપેજના ટોપ પર ઉપલબ્ધ રહેશે

સ્ટેપ-4
તેના પછી હવે લોગિન ડિટેઈલ છે તેના પર અપલોડ કરવાની રહેશે

સ્ટેપ-5
સૌથી  પહેલાં તમારે પોતાનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરાવવાનો રહેશે

સ્ટેપ-6
તેના પછી પોર્ટલ પર Download eEPIC ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે

સ્ટેપ-7
વોટર આઈડી કાર્ડનો 10 ડિજિટ યુનિક EPIC નંબર નાંખવાનો રહેશે

સ્ટેપ-8
તમારી ડિટેઈલને વેરિફાય કરવાની રહેશે. અને પછી ડિજિટલ વોટર આઈડી કાર્ડ ડિસ્પ્લે થશે

સ્ટેપ-9
તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, જેને વેરિફાય કરવાનો રહેશે

સ્ટેપ-10
ત્યારબાદ ડિજિટલ વોટર આઈડી કાર્ડને પીડીએફ ફોર્મેટમાં મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news