Budh Shukra Asta: બુધ અને શુક્ર થયા અસ્ત, 4 રાશિઓને થશે લાભ પણ આ બાબતોમાં રહેવું પડશે સંભાળીને

Budh Shukra Asta: શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિનો સ્વામી ગ્રહ છે. બુધ ગ્રહ પણ મિથુન અને કન્યા રાશિનું આધિપત્ય ધરાવે છે. આ બંને ગ્રહ અસ્ત થવાથી દરેક રાશિ પર તેનો પ્રભાવ પડશે. તો ચાલો તમને જણાવીએ બુધ અને શુક્રના થવાથી કઈ રાશિને ફાયદો થશે.

Budh Shukra Asta: બુધ અને શુક્ર થયા અસ્ત, 4 રાશિઓને થશે લાભ પણ આ બાબતોમાં રહેવું પડશે સંભાળીને

Budh Shukra Asta: જૂન મહિનામાં ગ્રહોની સ્થિતિમાં અનેક ફેરફાર થવાના છે જેની શરૂઆત પણ થઈ ચૂકી છે. વૃષભ રાશિમાં ગ્રહોની ખાસ યુતિ બની છે. સાથે બે શુભ ગ્રહોનો પાવર સૂર્યએ લઈ લીધો છે એટલે કે આ શુભ ગ્રહ અસ્ત થઈ ગયા છે. હાલ શુક્ર અને બુધ બંને ગ્રહો અસ્ત અવસ્થામાં છે. શુક્ર અને બુદ્ધના અસ્ત થવાથી દરેક વ્યક્તિ પર તેનો પ્રભાવ જોવા મળશે. 

શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિનો સ્વામી ગ્રહ છે. બુધ ગ્રહ પણ મિથુન અને કન્યા રાશિનું આધિપત્ય ધરાવે છે. આ બંને ગ્રહ અસ્ત થવાથી દરેક રાશિ પર તેનો પ્રભાવ પડશે. તો ચાલો તમને જણાવીએ બુધ અને શુક્રના થવાથી કઈ રાશિને ફાયદો થશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિમાં ગ્રહોની યુતિ સર્જાઈ છે. તેવામાં આ રાશિના સ્વામી ગ્રહનો પાવર ઘટયો છે અને સૂર્યનો પાવર વધ્યો છે. તેથી આ રાશિના લોકોએ ઓવર કોન્ફિડન્સથી બચીને રહેવું. સાથે જ આ સમય દરમિયાન માદક પદાર્થોનું સેવન કરતાં લોકોએ એ સતર્ક રહેવું, સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સરકારી કાર્ય કરવા માટે પણ આ સમય યોગ્ય નથી. પરિવારમાં માતા પિતાનું માન સન્માન કરો. ઓફિસમાં મહિલા કર્મચારી સાથે અનબન ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખવું. કરજ લેવાથી બચવું. 

મિથુન રાશિ 

મિથુન રાશિ માટે આ સમય સારો રહેશે. ટ્રાવેલિંગ સંબંધિત કામ સારા થશે. કેટલીક એવી ભેટ પણ મળી શકે છે જે ભવિષ્યમાં લાભ કરાવશે. આ સમયે ખરીદારીનો છે. જમીન કે મકાન સંબંધિત કોઈ કાર્ય કરવા માંગો છો તો કરાવી શકો છો. ભાઈ-બહેનના સ્વાસ્થ્યમાં ગડબડ થઈ શકે છે તેથી એલર્ટ રહેવું. સેવિંગ માટે પૈસા રોકવાનું વિચારતા હોય તો સરકારી યોજનામાં લાભ થશે. આ સમયે જરૂરી કાર્ય ભુલી જશો તો સમસ્યા થશે. 

કન્યા રાશિ 

કન્યા રાશિના લોકોએ જીવનસાથી સાથે અણબનાવ ન થાય તે વાતનું ધ્યાન રાખવું. આ સમયે એકબીજા સાથે વિવાદ થઈ શકે છે. આ સમય યાત્રા વધારનાર સાબિત થશે. જો તમે ધાર્મિક યાત્રા પ્લાન કરી રહ્યા છો તો આ સમય શુભ છે. કોઈ મહત્વનું કાર્ય હોય તો વડીલોનો સાથ સહકાર લઈને કાર્ય કરવું. 

તુલા રાશિ 

શુક્ર આ રાશિનો સ્વામી ગ્રહ છે પરંતુ હાલ તે અસ્ત હોવાથી આ રાશિના લોકોને સ્વાસ્થ્યને લઈને સજાગ રહેવું. આત્મવિશ્વાસ નબળો પડી શકે છે. ક્ષણિક ક્રોધ વધી શકે છે. મન શાંત કરવા મેડીટેશન કરો. આ સમય દરમિયાન સફળ થવા મહેનત વધારે કરવી પડશે. જો ભાગ્યના ભરોસે બેસશો તો પાછળ રહી જશો. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ચિંતા અને ક્રોધ રોગને આમંત્રણ આપશે. તેથી ક્રોધથી બચો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news