Surya Grahan 2023: 20 એપ્રિલથી આ 4 રાશિના જાતકોના જીવનમાં આવશે ઉતાર-ચઢાવ

સૂર્યગ્રહણના સમયે સૂર્ય મેષ રાશિમાં રહેશે. સૂર્ય ગ્રહણની ઘણી રાશિના જાતકો પર નકારાત્મક અસર પડશે. જાણો આ લિસ્ટમાં કઈ રાશિઓ સામેલ છે. 
 

Surya Grahan 2023: 20 એપ્રિલથી આ 4 રાશિના જાતકોના જીવનમાં આવશે ઉતાર-ચઢાવ

નવી દિલ્હીઃ Surya Grahan 2023 Date, Solar Elipse: હિંધુ ધર્મમાં સૂર્ય ગ્રહણ એક મહત્વની ઘટના માનવામાં આવે છે. વર્ષનું પ્રથમ ગ્રહણ 20 એપ્રિલ 2023ના લાગશે. પરંતુ આ સૂર્ય ગ્રહણ ભારતમાં માન્ય નહીં હશે. ગ્રહણ કાળમાં સૂર્ય મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં હશે. સૂર્યગ્રહણ પર કેટલીક રાશિઓનો નકારાત્કમ પ્રભાવ પડશે. જાણો સૂર્ય ગ્રહણનો કઈ રાશિ પર નકારાત્મક પ્રભાવ પડશે. 

સૂર્યગ્રહણ 2023નો સમય
આ સૂર્ય ગ્રહણ સવારે 7 કલાક 4 મિનિટે પ્રારંભ થશે અને બપોરે 12 કલાક 29 મિનિટ સુધી રહેશે. વર્ષનું બીજુ સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023ના લાગશે. 

1. મેષ રાશિઃ જ્યોતિષ શાસ્ત્રમાં મેષ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણનો પ્રતિકૂળ પ્રભાવ પડશે. આ દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડશે. માનસિક તણાવ રહેશે. આર્થિક મામલામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન લગ્ન જીવનમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. 

2. વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકોના જીવનમાં સૂર્યગ્રહણ ખલબલી મચાવી શકે છે. આ દરમિયાન તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સમયમાં  તમે તમારા ગુસ્સા પર કાબુ રાખો. તમારા ખર્ચમાં વધારો તશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આર્થિક મોર્ચા પર તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

3. કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકોએ આ સમયમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આ સમયમાં જૂનો રોગ ફરી થઈ શકે છે. વેપારીઓને આ દરમિયાન નુકસાન થઈ શકે છે. નોકરી કરનાર જાતકોએ કાર્યસ્થળ પર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. 

4. તુલા રાશિઃ તુલા રાશિના જાતકોએ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. રોકાણ કરવાથી બચો. જો તમે રોકાણ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. પિતાની સાથે સંબંધમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news