cricket records: ક્યારેય નહીં તૂટે ક્રિકેટના આ 10 રેકોર્ડ્સ!, કોઈપણ ખેલાડી માટે મુશ્કેલ કામ
ક્રિકેટનો ઈતિહાસ 145 કરતા પણ વધુ વર્ષ જૂનો છે. 1877માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચની સાથે ક્રિકેટના ઈતિહાસની શરૂઆત થઈ હતી. ક્રિકેટના મેદાન પર અત્યાર સુધી અનેક રેકોર્ડો બન્યા છે અને તૂટ્યા પણ છે. પરંતુ કેટલાક એવા રેકોર્ડ્સ હજુ અકબંધ છે જેને તોડવા મુશ્કેલ જ નહીં લગભગ અશક્ય લાગી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ આંકડાની રમત ક્રિકેટમાં રેકોર્ડ બનવા અને તૂટવાનો સિલસિલો સતત ચાલી રહ્યો છે, પરંતુ એવા કેટલાક રેકોર્ડ પણ બની ચુક્યા છે, જે તૂટવા લગભગ અસંભવ છે. જાણો ક્રિકેટના 10 ખાસ રેકોર્ડ્સ...
1. ડોન બ્રેડમેનઃ ટેસ્ટમાં બેટિંગ એવરેજ 99.94
ડોન બ્રેડમેને 67 વર્ષ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ એવરેજનો તેમનો રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી અને કદાચ ભવિષ્યમાં પણ તૂટશે નહીં. બ્રેડમેને 99.94ની એવરેજથી રન બનાવ્યા, જ્યારે શ્રેષ્ઠ એવરેજ સાથે યાદીમાં તેમના પછીનો બીજો બેટ્સમેન દક્ષિણ આફ્રિકાનો ગ્રીમ પોલોક છે. પોલોકની બેટિંગ એવરેજ 60.97 છે.
2. સચિન તેંડુલકર: ODI ક્રિકેટમાં 18426 રન
ODI ક્રિકેટમાં સૌથી વધુ 18426 રન બનાવવાના સચિનના રેકોર્ડને તોડવો અત્યારે લગભગ અશક્ય છે. આ યાદીમાં સચિનથી નીચેના બેટ્સમેનો તમામ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. વિરાટ કોહલીએ વનડેમાં સચિનની સદીનો રેકોર્ડ તોડી દીધો છે પરંતુ સચિનના રનનો રેકોર્ડ તોડવો મુશ્કેલ લાગી રહ્યો છે.
3. મુથૈયા મુરલીધરન: 1347 બેટ્સમેનોનો શિકાર
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર બે બોલરોએ 1000 વિકેટનો આંકડો પાર કર્યો છે. પ્રથમ મુથૈયા મુરલીધરન અને બીજો શેન વોર્ન. મુરલીએ 1347 વિકેટ લીધી હતી જ્યારે વોર્ન 1001ના આંકડાથી આગળ વધી શક્યો નહોતો. મુરલીનો રેકોર્ડ તોડવાનું તો ભૂલી જાવ, હવે કોઈ બોલર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1000 વિકેટ લેવાનું વિચારતો પણ નથી.
4. જેક હોબ્સઃ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 61760 રન
ઈંગ્લેન્ડના સર જેક હોબ્સે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બેટિંગમાં જે સ્તર બનાવ્યું હતું, આજના ક્રિકેટમાં તેમની નજીક પણ આવવાની ક્ષમતા કોઈમાં નથી. તમને જાણીને નવાઈ લાગશે કે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સુનીલ ગાવસ્કર, રિકી પોન્ટિંગ અને બ્રાયન લારા જેવા બેટ્સમેનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 10 બેટ્સમેનોની યાદીમાં પણ નથી.
5. જિમ લેકર: એક ટેસ્ટમાં 19 વિકેટ
ઈંગ્લેન્ડના જિમ લેકરે 1956માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 19 વિકેટ લેવાનો જે રેકોર્ડ બનાવ્યો હતો, તેને તોડવાનું છોડી દો, આટલા વર્ષોમાં કોઈ આ રેકોર્ડની બરાબરી કરી શક્યું નથી. સ્વાભાવિક છે કે, જે બોલર આ રેકોર્ડ તોડશે તેણે ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં તમામ 20 વિકેટ લેવી પડશે.
6. ગ્રેહામ ગૂચ: એક ટેસ્ટમાં 456 રન
ગ્રેહામ ગૂચે આ રેકોર્ડ 1990માં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ બનાવ્યો હતો. તેણે પ્રથમ ઇનિંગમાં 333 અને બીજી ઇનિંગમાં 123 રન બનાવ્યા હતા. તે પછી બ્રાયન લારાએ એક ઇનિંગ્સમાં 400 રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો, પરંતુ હજુ સુધી લારા સહિત કોઈ બેટ્સમેન આ રેકોર્ડ તોડી શક્યો નથી.
7. વિલ્ફ્રેડ રોડ્સઃ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 4204 વિકેટ
તમને જાણીને નવાઈ લાગશે કે ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ક્રિકેટરે 1110 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી અને તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 4 હજાર વિકેટનો આંકડો પાર કરનાર વિશ્વનો એકમાત્ર ક્રિકેટર છે. છેલ્લા ત્રીસ વર્ષોમાં કોઈ બોલર ટોપ 25 ફર્સ્ટ ક્લાસ બોલરોની યાદીમાં પણ સ્થાન મેળવી શક્યો નથી, તેથી આ રેકોર્ડ તોડવો બહુ દૂરની વાત છે.
8. ચામિંડા વાસ: એક ODI મેચમાં 8 વિકેટ
શ્રીલંકાના ફાસ્ટ બોલર ચામિંડા વાસે 2001માં માત્ર 19 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. આજ સુધી કોઈ તેના રેકોર્ડની બરાબરી કરી શક્યું નથી.
9. ક્રિસ ગેલ: 30 બોલમાં સદી
ક્રિસ ગેલે બે વર્ષ પહેલા IPLમાં માત્ર 30 બોલમાં સદી ફટકારીને T20માં સૌથી ઝડપી સદી ફટકારી હતી. ગેલના આ રેકોર્ડને તોડવા માટે પ્રતિ બોલ પર ત્રણથી વધુ રનની એવરેજ જરૂરી છે. આવી સ્થિતિમાં આ રેકોર્ડ તોડવા વિશે વિચારવું પણ મુશ્કેલ લાગે છે.
10. ફિલ સિમન્સ: 10 ઓવરમાં 3 રન
ODI ક્રિકેટમાં 0.3 ની ઇકોનોમી. વાંચીને ચોંકી ગયા, પરંતુ વેસ્ટ ઈન્ડિઝના ફિલ સિમન્સે 23 વર્ષ પહેલા પાકિસ્તાન સામે આ સિદ્ધિ મેળવી હતી. સિડનીમાં રમાયેલી ODI મેચમાં સિમન્સે 10 ઓવરમાં 8 મેડન્સ સાથે માત્ર 3 રન આપ્યા અને 4 વિકેટ લીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે