વિમ્બલ્ડનઃ 15 વર્ષની કોરી ગોફની સિદ્ધિ, વીનસ વિલિયમ્સને આપ્યો પરાજય

15 વર્ષની કોરી ગોફે ટેનિસ કોર્ટ પર તે ખેલાડીને પરાજય આપ્યો જે તેની આદર્શ હતી. કોરી ગોફે 6-4, 6-4ના સીધા મુકાબલામાં પરાજય આપ્યો હતો. કોરી ગોફે જે મહિલાને હરાવી છે તે વિમ્બલ્ડનની 5 વખત ચેમ્પિયન રહી ચુકી છે. આ મુકાબલો વિમ્બલ્ડનના ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં રમાયો હતો. 
 

વિમ્બલ્ડનઃ 15 વર્ષની કોરી ગોફની સિદ્ધિ, વીનસ વિલિયમ્સને આપ્યો પરાજય

લંડનઃ ટેનિસની દુનિયાની નવી સ્ટાર કોરી ગોફે વિમ્બલ્ડનના પ્રથમ રાઉન્ડમાં મોટો અપસેટ કર્યો છે. 15 વર્ષની કોરી ગોફે ટેનિસ કોર્ટ પર તે ખેલાડીને પરાજય આપ્યો જે તેની આદર્શ હતી. કોરી ગોફે 6-4, 6-4ના સીધા મુકાબલામાં પરાજય આપ્યો હતો. કોરી ગોફે જે મહિલાને હરાવી છે તે વિમ્બલ્ડનની 5 વખત ચેમ્પિયન રહી ચુકી છે. આ મુકાબલો વિમ્બલ્ડનના ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં રમાયો હતો. તેણે વીનસ વિલિયમ્સને પરાજય આપ્યો હતો. 

કોરી ગોફ વિમ્બલ્ડન માટે ક્વોલિફાઇ કરનારી સૌથી યુવા ખેલાડી હતી. આ જીત બાદ કોરી ગોફે કહ્યું, 'હું સુપર સોક્ડ થું, સાથે હું નસીબદાર છું કે વિમ્બલ્ડને મને વાઇલ્ડ કાર્ડ આપ્યું અને મને રમવાની તક મળી.' ગોફે કહ્યું કે, મને ક્યારેય આશા નહતી કે હું આમ કરી શકીશ. 

ગોફે પ્રથમ સેટ 35 મિનિટમાં જીત્યો હતો, પૂરા મેચ દરમિયાન તે નર્વસ ન દેખાઇ. આ મેચ જીત્યા બાદ ગોફે કહ્યું, 'મેં પહેલા પણ કહ્યું હતું કે મહાન બનવા ઈચ્છું છું, જ્યારે હું આઠ વર્ષની હતી ત્યારે મારા પિતાએ મને કહ્યું હતું કે, હું તેને કરી શકું છું, હા તમે તે સમયે વિશ્વાસ કરતા નહતા.'

મહત્વનું છે કે, 13 માર્ચ, 2004ના ફ્લોરિડામાં જન્મેલી કોરી 39 વર્ષની વીનસ વિલિયમ્સથી 24 વર્ષ નાની છે. જ્યારે કોરીનો જન્મ થયો હતો ત્યા સુધી વીનસે કોર્ટ પર 10 વર્ષ પસાર કરીને ચાર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા હતા. 

ગોફ 2017મા 13 વર્ષની ઉંમરમાં યૂએસ ઓપનની ગર્લ્સ કેટેગરીની ફાઇનલમાં પહોંચી હતી. તેના એક વર્ષ બાદ તેણે ફ્રેન્ચ ઓપન ગર્લ્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું હતું. 15 વર્ષ 122 દિવસની ઉંમરમાં તે વિમ્બલ્ડન માટે ક્વોલિફાઇ કરનારી સૌથી યુવા ખેલાડી બની ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news