ગુરૂવારથી રણજી ટ્રોફીનો પ્રારંભ, રેકોર્ડ 37 ટીમો લેશે ભાગ

રણજી ટ્રોફીના ગ્રુપ-એમાં મુંબઈ, કર્ણાટક, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, રેલવે, છત્તીસગઢ, વિદર્ભ, ગુજરાત અને બરોડાની ટીમ સામેલ છે.   

Updated By: Oct 31, 2018, 07:24 PM IST
ગુરૂવારથી રણજી ટ્રોફીનો પ્રારંભ, રેકોર્ડ 37 ટીમો લેશે ભાગ

નવી દિલ્હીઃ રેકોર્ડ 37 ટીમો ગુરૂવારથી શરૂ થઈ રહેલી રણજી ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પડકાર આપશે, આ ટૂર્નામેન્ટ ક્રિકેટ બોર્ડ માટે મોટો પડકાર સાહિત થઈ શકે છે, જે વહીવટી ઉથલપાથલના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. મણિપુર, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ, ઉત્તરાખંડ, સિક્કિમ, નાગાલેન્ડ, મેઘાલય, બિહાર અને પુડુચેરીની નવી ટીમોએ હાલમાં 50 ઓવરની વિજય હજારે ટ્રોફીમાં ભાગ લીધો હતો, પરંતુ લાલ બોલથી ક્રિકેટ રમવું તેના માટે મોટો પકાર રહેશે. 

કેટલાક લોકોનો તર્ક હતો કે ટીમોને દેશની મુખ્ય પ્રથમ શ્રેણી ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીમાં ધીરે-ધીરે પ્રગતિ કરવા જગ્યા આપવાની જરૂર હતી, જેની શરૂઆત ઉંમરના વર્ગના ક્રિકેટથી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિએ તેને સીધા આ મુખ્ય ટૂર્નામેન્ટમાં જગ્યા આપી અને આ નવી ટીમોની સામે હવે મોટો પડકાર છે. 

આ નવ ટીમો પ્લેટ ગ્રુપમાં એક-બીજા વિરુદ્ધ રમશે, જેમ હાલમાં વિજય હજારે ટ્રોફીમાં રમ્યા હતા. જ્યાં 18 વર્ષ બાદ સ્થાનિક ક્રિકેટમાં વાપસી કરી રહેલી બિહારે સારૂ પ્રદર્શન કર્યું હતું. આમાંથી વધુ પડતી ટીમો આ સીઝનમાં પોતાના બહારના ખેલાડીઓ પર નિર્ભર છે. 

ટૂર્નામેન્ટ દરમિયાન 50થી વધુ મેદાનોનો ઉપયોગ કરવામાં આવશે, જે તમામ સામગ્રીની દ્રષ્ટિથી મોટો પડકાર હશે, પરંતુ બીસીસીઆઈના ક્રિકેટ સંચાલન જનરલ મેનેજર સબા કરીમે કહ્યું કે, તેની ટીમ આ માટે તૈયાર છે. કરીમે પીટીઆઈે કહ્યું, અમે તૈયાર છીએ અને અમે રણજી ટ્રોફી પહેલા ડોમેન્ટિક ટૂર્નામેન્ટો (વિજય હજારે ટ્રોફી, દિલીપ ટ્રોફી, દેવધર ટ્રોફી)ના સફળ આયોજનથી તેને સાબિત કર્યું છે. 

ભારતના આ પૂર્વ વિકેટકીપર બેટ્સમેને કહ્યું, નવી ટીમોએ પોતાની ક્ષણતા દેખાડી છે. તેમાં કોઈ શંકા નથી કે રણજી ટ્રોફી તેની માટે સૌથી મોટો પડકાર હશે, પરંતુ હું તે જોવા ઉત્સુક છું કે તે બહારના ખેલાડીઓની મદદથી કેવું પ્રદર્શન કરે છે. 

આ વચ્ચે ઘરેલૂ સ્તરના સ્ટાર ખેલાડીઓ ગ્રુપ-એ, બી અને સીમાં જોવા મળશે. ટેસ્ટ નિષ્ણાંત ચેતેશ્વર પૂજારા સૌરાષ્ટ્ર તરફથી છત્તીસગઢ સામે રમે તેવી આશા છે, જ્યારે સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને મુરલી વિજયને મધ્યપ્રદેશ વિરુદ્ધ પ્રથમ મેચ માટે તમિલનાડુ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટની શ્રેણી અને ન્યૂઝીલેન્ડ એ ટીમના પ્રવાસ માટે ખેલાડીઓની પસંદગી થઈ ગઈ છે તેવામાં રણજી ટ્રોફીમાં સારૂ પ્રદર્શન કરનારને ઈનામ મળવાની આશા નથી. ગ્રુપ-એ સૌથી મોટું ગ્રુપ માનવામાં આવી રહ્યું છે. જેમાં સૌથી વધુ વારની ચેમ્પિયન મુંબઈ, કર્ણાટક, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, રેલવે, છત્તીસગઢ, વિદર્ભ, ગુજરાત અને બરોડાની ટીમ સામેલ છે. વિદર્ભે હત વર્ષે પોતાનું પ્રથમ રણજી ટાઇટલ જીત્યું હતું તો ગુજરાતની ટીમ તેની એક સીઝન પહેલા ચેમ્પિયન બની હતી.