બાંગ્લાદેશની ટીમ પર ગુસ્સે થયો જયસૂર્યા, ગણાવી-થર્ડક્લાસ, બાદમાં હટાવ્યું ટ્વીટ

બાંગ્લાદેશના ખેલાડીઓએ મેચ બાદ જશ્ન મનાવ્યો અને કથિત રીતે ઉત્પાત મચાવ્યો કે ડ્રેસિંગ રૂમના કાચ તૂટી ગયા. સનથ જયસૂર્યાએ બાંગ્લાદેશી ખેલાડીઓના વ્યવહારને થર્ડ ક્લાસ ગણાવ્યો. 

 બાંગ્લાદેશની ટીમ પર ગુસ્સે થયો જયસૂર્યા, ગણાવી-થર્ડક્લાસ, બાદમાં હટાવ્યું ટ્વીટ

નવી દિલ્હીઃ શ્રીલંકાનો પૂર્વ ઓપનર સનથ જયસૂર્યા આ સમયે બાંગ્લાદેશની ટીમ પર ખૂબ ગુસ્સે છે. નિદહાસ ટ્રોફીની અંતિમ મેચમાં શ્રીલંકા સામે બાંગ્લાદેશે જીત મેળવી, પરંતુ તેની હરકતોને કારણ ક્રિકેટ વર્લ્ડમાં તેની ટિક્કા થઈ રહી છે. તેના આ વ્યવહારથી સનથ જયસૂર્યા ગુસ્સે છે.

બાંગ્લાદેશના ખેલાડીઓએ મેચ બાદ જશ્ન મનાવ્યો અને કથિત રીતે એટલો ઉત્પાત મચાવ્યો કે ડ્રેસિંગ રૂમમાં કાચ તૂટી ગયા. તેની આ ઘટના પર પ્રતિક્રિયા આપતા જયસૂર્યાએ બાંગ્લાદેશી ખેલાડીઓના વ્યવહારને થર્ડ ક્લાસ ગણાવ્યો. 

— VinD (@vcd_87) March 16, 2018

જયસૂર્યાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર લખ્યું, શ્રીલંકા વિરુદ્ધ મેચ જીત્યા બાદ જશ્નમાં થયેલા વિવાદનું તારણ પ્રેમદાસા સ્ટેડિયમમાં બાંગ્લાદેશી ડ્રેસિંગ રૂમના કાચ તોડવામાં આવ્યા. થર્ડ ક્લાસ વ્યવહાર.

જયસૂર્યાએ આ ટ્વીટતો કરી દીધું, પરંથુ  થોડા સમય બાદ આ ટ્વીટ હટાવી દીધું. પરંતુ ત્યાં સુધીમાં તેનું ટ્વીટ ખૂબ વાયરલ થઈ ગયું હતું.

મેચ સમાપ્તિ બાદ ટીમે જશ્ન મનાવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન બાંગ્લાદેશ ડ્રેસિંગ રૂમના કાચ તૂટ્યા. ડ્રેસિંગ રૂમના કાચ તોડવા પાછળ કોનો હાથ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. અમ્પાયર સાથે ઝગડો કરવા માટે બાંગ્લાદેશી ખેલાડી શાકિબ અલ હસન અને નરૂલ હસન પર મેચ ફીનો 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. શાકિબે કહ્યું કે, તેને નથી લાગતું કે અમ્પાયરે યોગ્ય નિર્ણય લીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news