Asia Cup 2018: જાડેજાનું રેકોર્ડ પ્રદર્શન અને રોહિતની આક્રમક રમતથી જીત્યું ભારત

ભારતે એશિયા કપમાં સુપર-4ની પહેલી મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટથી પરાજીત કર્યું, હવે રવિવારે ભારતની પાકિસ્તાન સામે મેચ યોજાશે

Asia Cup 2018: જાડેજાનું રેકોર્ડ પ્રદર્શન અને રોહિતની આક્રમક રમતથી જીત્યું ભારત

દુબઇ :  ભારતે એશિયા કપ-2018માં પોતાના શાનદાર ફોર્મ યથાવત્ત રાખતા સતત ત્રીજી જીત નોંધાવી. તેણે શુક્રવારે સવારે -4માં પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટથી પરાજીત કર્યું હતું. હવે ભારતની આગામી મેચ રવિવારેપાકિસ્તાન સાથે થશે. આ દિવસ બાંગ્લાદેશની ટીમ અફઘાનિસ્તાન સામે ટકરાશે. 

ભારતીય ટીમે શુક્રવારે બાંગ્લાદેશને દરેક ફિલ્ડમાં પરાજીત કરી હતી. તેણે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરી અને બાંગ્લાદેશને માત્ર 173 રન પર સમેટી લીધું હતું. ત્યાર બાદ રોહિત શર્મા (83 અણનમ) અને શિખર ધવન (40 રન)ની આક્રમક બેટિંગનાં દમ પર 36.2 ઓવરમાં 3 વિકેટે જ 174 રન બનાવી લીધા હતા. રોહિતે કેરિયરની 36મી અડધી સદી ફટકારી હતી. આ તેની 186મી વન ડે હતી. 

ભારતની જીતના અસલી હીબો બોલર ખાસ કરીને રવિન્દ્ર જાડેજા રહ્યા હતા. 14 મહિનાનાં અંતરાલ બાદ વન ડે ક્રિકેટમાં પરત ફરેલ જાડેજાએ 29 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ એશિયા કપમાં કોઇ પણ લેફ્ટ આર્મ સ્પિનરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેમણે ચાર વર્ષ જુનો પોતાનો જ રેકોર્ડ સુધાર્યો. 

જાડેજાએ 2014માં અફઘાનિસ્તાન વિરુદ્દ 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જાડેજાનાં રેકોર્ડ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ત્રણ - ત્રણ વિકેટ ઝડપી હતી. 

મેહદી હસન બાંગ્લાદેશના ટોપ સ્કોરર
બાંગ્લાદેશની તરફથી એક પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યા નહોતા. તેની તરફથી નવમા નંબરના બેટ્સમેન મેહદી હસને સૌથી વધારે 42 રન બનાવ્યા હતા. કેપ્ટન મશરફે મુર્તજાએ 26, મહમુદુલ્લાહે 25 અને મુશફિકુર રહીમે 21 રન બનાવ્યા. તે ઉપરાંત કોઇ પણ બાંગ્લાદેશી 20ની સંખ્યા પાર કરી શક્યા નહોતા

ભારતે એશિયા કપ-2018નાં સુપર-4ની પહેલી મેચમાં શુક્રવારે બાંગ્લાદેશને 49.1 ઓવરમાં 173 રન પર જ ઓલઆઉટ કરી દીધી. ભારતની તરફથી લેફ્ટ આર્મ સ્પિનર રવીંદ્ર જાડેજાએ સૌતી વધારે ચાર વિકેટ ઝડપી લીધી હતી. ભુવનેશ્વર કુમારે જસપ્રીત બુમરાહે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશની તરફથી સૌથી વધારે રન મહેન્દીએ બનાવ્યા હતા. 
બુમરાહે ઝડપી ત્રીજી વિકેટ અને બાંગ્લાદેશ ઓલઆઉટ
જસપ્રીત બુમરાહે મુસ્તફિજુર રહેમાનને શિખર ધવનનાં હાથે કેચ કરાવ્યો. આ સાથે જ બાંગ્લાદેશની સમગ્ર ટીમ આઉટ થઇ ગઇ. બુમરાહની ત્રીજી વિકેટ છે. ધવને મેચમાં ચાર કેચ ઝડપી હતી

એશિયા કપ -2018માં આજે સુપર-4ની મેચ ચાલુ થઇ ચુકી છે. ભારતે સુપર-4નાંપોતાની પહેલી મેચમાં ટોસ જીતીને પહેલા બાંગ્લાદેશને બેટિંગ માટેનું આમંત્રણ આપ્યું હતું. બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાન વિરુદ્ધ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યું છે. 

બાંગ્લાદેશને 65 રનના સ્કોર પર પહેલો ઝટકો
14 મહિના બાદ વન ડે મેચમાં ઉતરેલા રવિન્દ્ર જાડેજાએ ત્રીજી વિકેટ ઝડપી છે. તેણે બાંગ્લાદેશની સૌથી મોટી આશા મુશફિકુર રહીમને પેવેલિયમ ભેગો કર્યો હતો. આ સાથે જ બાંગ્લાદેશ 65/5 વિકેટ ઝડપી હતી. 

ધોનીનું શાનદાર સ્ટમ્પીંગ઼
મહેન્દ્ર સિંહ ધોનીએ યજુવેન્દ્ર ચહલનાં બોલ પર મુશફિકુર રહીમને સ્ટમ્પ આઉટ કર્યો હતો. આઉટની અપીલ થવા અંગે મેદાની એમ્પાયરે થર્ડ એમ્પાયરની મદદ માંગી હતી. તેમાં ભારે રસાકસીવાળો મુદ્દો રહીમનાં પક્ષે ગયોહ તો. 

બાંગ્લાદેશે ડીઆરએસ ગુમાવ્યું
મોહમ્મદ મિથને ડીઆરએસ લિધું પરંતુ પરિણામ નહોતું બદલ્યું. બાંગ્લાદેશે ડીઆરએસ ગુમાવ્યું હતું. 

બાંગ્લાદેશને ચોથો ઝટકો
રવીન્દ્ર જાડેજાએ બાંગ્લાદેશની વધારે એક વિકેટ ઝડપી. તેમણે મોહમ્મદ મિથુનને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. 

10 ઓવર બાદ માત્ર 44 રન
બાંગ્લાદેશે પહેલા 10 ઓવરમાં 44 રન બનાવ્યા છે. તેણે ત્રણ વિકેટ પણ ગુમાવી દીધી છે. લિટન દાસ, નજમુલ હુસૈન અને શાકીબ અલ હસન આઉટ થઇ ચુક્યા છે. ભુવનેશ્વર કુમાર, બુમરાહ અને જાડેજાએ એક-એક વિકેટ ગુમાવી દીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news