કેનબરા ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 366 રનથી હરાવ્યું, સિરીઝ 2-0થી કરી કબજે
શ્રીલંકાએ ચોથા દિવસની શરૂઆત વિના વિકેટે 17 રનથી કરી અને આખી ટૂમ 51 ઓવરોમાં માત્ર 149 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.
Trending Photos
કેનબરાઃ મિશેલ સ્ટાર્કની પાંચ વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં શ્રીલંકાને 366 રને હરાવીને બે મેચોની સિરીઝ 2-0થી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા 516 રનના લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાએ ચોથા દિવસની શરૂઆત વિના વિકેટે 17 રનથી કરી અને આખી ટીમ 51 ઓવરોમાં માત્ર 149 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
સ્ટાર્કે બીજી ઈનિંગમાં 46 રન આપીને પાંચ અને મેચમાં 100 રન આપીને કુલ 10 વિકેટ ઝડપી, તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પેટ કમિન્સે પણ સ્ટાર્કને સાથ આપતા 15 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જે. રિચર્ડસન અને માર્નસ લાબુશેનને એક-એક સફળતા મળી હતી.
શ્રીલંકા તરપથી કુશલ મેન્ડિસે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. આ સિવાય ઓપનિંગ બેટ્સમેન લાહિરૂ થિરિમાને જ 30 રનના આંકડા સુધી પહોંચી શક્યો હતો.
Australia seal series 2-0 after Mitchell Starc and Pat Cummins shoot out Sri Lanka for 149 on fourth day. #AUSvSL REPORT ⬇️https://t.co/eJAkzGLv9C pic.twitter.com/VnLmtgurk4
— ICC (@ICC) February 4, 2019
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવ પાંચ વિકેટ પર 543 રન બનાવીને ડિકલેર કર્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 215 રનમાં ઢેર થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 3 વિકેટે 196 રને દાવ ડિકલેર કરતા લંકા સામે 516 રનનો લક્ષ્ય રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ ઈનિંગ અને 40 રને કબજે કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે