ગાંગુલી માટે એક મોટો નિયમ બદલવાની તૈયારીમાં BCCI?

સૌરવ ગાંગુલી (Saurav Ganguli)ના અધ્યક્ષ બન્યા પછીની પહેલી AGM માટેના એજન્ડામાં એક મહત્વપૂર્ણ બદલાવનું સુચન કરવામાં આવ્યું છે

ગાંગુલી માટે એક મોટો નિયમ બદલવાની તૈયારીમાં BCCI?

મુંબઈ : બોર્ડ ઓફ ક્રિકેટ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની આગામી સામાન્ય બેઠક (AGM)માં પદાધિકારીઓની 70 વર્ષની વય સીમા બદલવાનો વિચાર નહીં કરવામાં આવે પણ કુલિંગ ઓફ (બે વર્ષના કાર્યકાળ પછીનો વિશ્રામનો સમય)નો નિયમ બદલવા પર વિચાર કરવામાં આવશે કારણ કે અધિકારીઓના અનુભવનો ફાયદો જ થશે. સૌરવ ગાંગુલી (Saurav Ganguli)ના અધ્યક્ષ બન્યા પછીની પહેલી AGM માટેના એજન્ડામાં એક મહત્વપૂર્ણ બદલાવનું સુચન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા નવા કાયદા પ્રમાણે બીસીસીઆઇ કે પછી રાજ્ય સંઘમાં ત્રણ વર્ષનો કાર્યકાળ બે વાર પુરો કરનાર પદાધિકારીએ ત્રણ વર્ષ સુધી  કુલિંગ ઓફ પિરિયડમાં રહેવું પડશે. 

સૌરવ ગાંગુલીના અધ્યક્ષ બન્યા પછી પહેલી એજીએમ માટે જાહેર કરાયેલા એજન્ડામાં વર્તમાન સંવિધાનમાં મહત્વનો બદલાવ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ બદલાવથી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત લોઢા સમિતીની ભલામણોના આધારે કરાયેલા સુધારા પર અસર પડશે. 

સૌરવ ગાંગુલી આ વર્ષે ઓક્ટોબરમાં બીસીસીઆઇમાં અધ્યક્ષ બન્યા એ પહેલાં 2015માં ક્રિકેટ અસોશિયેશન ઓફ બંગાળના અધ્યક્ષ હતા. લોઢા પેનલની ભલામણ પ્રમાણે કોઈપણ અધિકારી છ વર્ષથી વધારે સમય સુધી પદ પર રહી ન શકે. આટલા સમય પછી કુલિંગ ઓફ પિરિયડમાં જવું પડશે. આ દરમિયાન વ્યક્તિ બીસીસીઆઇ અને રાજ્ય બોર્ડમાં કોઈ પદભાર ગ્રહણ નહીં કરી શકે. બોર્ડ દ્વારા આ નિયમમાં બદલાવની ચર્ચા થવાની સંભાવના છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news