IND vs SA: ટીમ ઈન્ડિયામાં આવ્યો એવો ખતરનાક ખેલાડી જે એકલા હાથે વિરોધી ટીમને કરી શકે છે પરાસ્ત!
Trending Photos
નવી દિલ્લીઃ સાઉથ આફ્રિકા સામેની ટી20 ઈન્ટરનેશનલ સિરીઝમાં કે.એલ રાહુલ ઓપનિંગ કરતા જોવા મળશે...લેફ્ટી બેટ્સમેન ઈશાન કિશન દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં કેપ્ટન કેએલ રાહુલ સાથે ઓપનિંગ કરવાનો પ્રબળ દાવેદાર છે...9 જૂનથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો માથાનો દુખાવો કેએલ રાહુલનો ઓપનિંગ પાર્ટનર પસંદ કરવાનો રહેશે. કેએલ રાહુલ સાઉથ આફ્રિકા સામેની ટી20 ઈન્ટરનેશનલ સિરીઝમાં ઓપનિંગ કરતા જોવા મળશે.
1-એકલા હાથે જીતાડી શકે છે મેચ!
લેફ્ટી બેટ્સમેન ઈશાન કિશન દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં કેપ્ટન કેએલ રાહુલ સાથે ઓપનિંગ કરવાનો પ્રબળ દાવેદાર છે. આ બેટ્સમેન મેચને પળવારમાં ફેરવવામાં માહિર છે. લેફ્ટ-રાઈટ કોમ્બિનેશનને જોતા કે.એલ રાહુલ ટીમ ઈન્ડિયામાં ઓપનર તરીકે ઈશાન કિશનને તક આપશે. ઈશાન કિશન ટીમ ઈન્ડિયામાં કે.એલ રાહુલને વિકેટકીપિંગનો વિકલ્પ પણ આપે છે.
2- તોફાની બેટિંગ:
તોફાની બેટિંગમાં ઈશાન કિશન માહેર છે અને થોડા બોલમાં મેચ ફેરવી નાખે છે. ઈશાન કિશન ક્રિઝ પર આવતાની સાથે જ તોફાની બેટિંગ કરવા લાગે છે. જો ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો ઋતુરાજ ગાયકવાડને બહાર બેસવું પડશે. લેફ્ટી બેટ્સમેન હોવાના કારણે ઈશાન કિશનની પસંદગી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
3- ભારતની T20 આંતરરાષ્ટ્રીય ટીમ:
લોકેશ રાહુલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ ઐયર, રિષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટ-કીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ , રવિ બિશ્નોઈ , ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે