રોનાલ્ડો યૂરો ક્વોલિફાયર માટે પોર્ટુગલ ટીમ સાથે જોડાયો

યુવેન્ટ્સના 34 વર્ષના રોનાલ્ડોને પોર્ટુગલના કોચ ફર્નાંડો સાંતોસે યૂક્રેન અને સર્બિયા વિરુદ્ધ ઘરેલૂ મેચો માટે ટીમમાં સામેલ કર્યો છે. 

રોનાલ્ડો યૂરો ક્વોલિફાયર માટે પોર્ટુગલ ટીમ સાથે જોડાયો

ઓઇરાસ (પોર્ટુગલ): પોર્ટુગલની ટીમથી 9 મહિના સુધી દૂર રહ્યાં બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો યૂરો 2020ના શરૂ થયા પહેલા મંગળવારે રાષ્ટ્રીય ટીમ સાથે જોડાઈ ગયો હતો. યુવેન્ટ્સના 34 વર્ષના મુખ્ય ખેલાડીને પોર્ટુગલના કોચ ફર્નાંડો સાંતોસે યૂક્રેન અને સર્બિયા વિરુદ્ધ ઘરેલૂ મેચો માટે ટીમમાં સામેલ કર્યો છે. તેણે 2018 વિશ્વકપ બાદથી દેશનું પ્રતિનિધિત્વ કર્યું નથી. 

હાલની યૂરોપીય ચેમ્પિયન ટીમ શુક્રવારે લિસ્બનમાં યૂક્રેન વિરુદ્ધ ગ્રુપ બી મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેનો સામનો સર્બિયા સામે થશે. પોર્ટુગલનું પ્રતિનિધિત્વ કરનાર યુવેન્ટ્સના તેના સાથી ખેલાડીએ જોઆઓ કૈન્સેલોએ રોનાલ્ડોની પ્રશંસા કરી છે. 

તેણે કહ્યું, 'ક્રિસ્ટિયાનો (રોનાલ્ડો) કોઈપણ ટીમ માટે ફાયદાકારક ખેલાડી છે.' તેની સાથે રમતા અમને ખુશી છે અને તે અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news