જ્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રિસોર્ટના કર્મચારીઓને ટિપમાં આપી દીધા 15 લાખ રૂપિયા
રોનાલ્ડો ટૂર્નામેન્ટમાં બહાર થયા બાદ કોન્ટા નવરરિનો રિસોર્ટમાં પોતાના પરિવાર સાથે આશરે 10 દિવસ સુધી રહ્યો.
Trending Photos
નવી દિલ્હીઃ ગ્રીસના એક રિસોર્ટના કર્મચારીઓ તે સમયે ચોંકી ગયા જ્યારે વિશ્વના બીજા સૌથી ધનવાન ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ટિપમાં 17,850 યૂરો (આશરે 15 લાખ રૂપિયા) આપી દીધા. આ પૈસા રિસોર્ટના 10 કર્મચારીઓમાં સરખા ભાવે વહેંચવામાં આવ્યા. આ ટિપની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. હાલમાં સમાપ્ત થયેલા ફીફા વર્લ્ડ કપ બાદ પોર્ટુગલ ટીમના કેપ્ટન રોનાલ્ડો અહીં પરિવારને ફરવા માટે લઈ ગયો હતો.
ફીફા વર્લ્ડ કપના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલની સફર સમાપ્ત થઈ ગઈ હતી. વિગતો અનુસાર રોનાલ્ડો ટૂર્નામેન્ટમાં બહાર થયા બાદ કોન્ટા નવરરિનો રિસોર્ટમાં પોતાના પરિવાર સાથે આશરે 10 દિવસ સુધી રહ્યો. આ દરમિયાન રિજોર્ટની સર્વિસથી એટલો ખુશ થયો તો આશરે 15 લાખ રૂપિયાની ટિપ કર્મચારીઓને આપી દીધી. આ વિશે રિસોર્ટ તરફથી કહેવામાં આવ્યું કે, આ અમારા માટે સન્માનની વાત છે.
વિશ્વના સૌથી મોંઘા ફુટબોલ ખેલાડીઓમાંથી રોનાલ્ડોએ હાલમાં રિયલ મેડ્રિડને અલવિદા કરીને ઈટલીની ક્લબ યુવેન્ટ્સની સાથે કરાર કર્યો છે. યુવેન્ટ્સે રોનાલ્ડોને પોતાની ટીમમાં સામેલ કરવા માટે રિયલ મેડ્રિડની સાથે 11.2 કરોડ યૂરો (13,146 કરોડ ડોલર)નો કરાર કર્યો છે. ક્લબ આ કરાર મુજબ તેને પ્રતિ સીઝન 3.1 કરોડ યૂરો ચુકવશે.
રોનલા્ડોએ 2009માં ઇંગ્લિશ ક્લબ માનચેસ્ટર યૂનાઇટેડથી રિયલ મેડ્રિડને 80 મિલિયન પાઉન્ડની મોટી રકમ પર જોડાણ કર્યું હતું. આ ક્લબ માટે સૌથી વધુ 451 ગોલ કર્યા છે. સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ બે વાર લા લીગા અને ચાર વખત ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે