દીપક ચાહરનું ફરી ધમાકેદાર પ્રદર્શન, ત્રણ દિવસમાં ઝડપી બીજી હેટ્રિક

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચાહરે ફરી કમાલ કરી દેખાડ્યો છે. રાજસ્થાન તરફથી રમતા 27 વર્ષના આ બોલરે ત્રણ દિવસમાં બીજીવાર હેટ્રિક ઝડપવાનું કારનામું કર્યું છે. 

Updated By: Nov 12, 2019, 07:56 PM IST
દીપક ચાહરનું ફરી ધમાકેદાર પ્રદર્શન, ત્રણ દિવસમાં ઝડપી બીજી હેટ્રિક

તિરુવનંતપુરમઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચાહરે (deepak chahar) ફરી કમાલ કર્યો છે. 27 વર્ષના આ બોલરે ત્રણ દિવસમાં બીજી હેટ્રિક ઝડપવાની સિદ્ધી મેળવી છે. આ પહેલા રવિવારે તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ (ind vs ban) ટી20 આંતરરાષ્ટ્રીયમાં (T20I) ભારત તરફથી પ્રથમ હેટ્રિક ઝડપી હતી. 

દીપક ચાહરે મંગળવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (T-20)મા હેટ્રિક ઝડપી છે. ચાહરે તિરુવનંતપુરમમાં રાજસ્થાન તરફથી રમતા વિદર્ભ વિરુદ્ધ સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ ઝડપીને હેટ્રિક પૂરી કરી હતી. તેણે 3 ઓવરમાં 18 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. રસપ્રદ વાત છે કે દીપક ચાહરે જે ઓવરમાં હેટ્રિક ઝડપી, તે ઓવરના પ્રથમ બોલ પર પણ તેણે વિકેટ ઝડપી હતી. એટલે કે તેણે એક ઓવરમાં કુલ ચાર વિકેટ ઝડપી હતી. 

દીપક ચાહરની બોલિંગની આગળ વિદર્ભની ટીમ નિર્ધારિત 13 ઓવરોના મુકાબલામાં 99/9 રન બનાવી શકી હતી. ચાહરે ઈનિંગના છેલ્લા ત્રણ બોલમાં ત્રણ વિકેટ ઝડપીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. પરંતુ આ અનોખું પ્રદર્શન બેકાર રહ્યું હતું. રાજસ્થાનની ટીમ આ મુકાબલો 1 રન  (VJD મેથડથી) હારી ગઈ હતી. વરસાદને કારણે ઓવરોની સંખ્યા ઘટાડીને 13 કરી દેવામાં આવી હતી. રાજસ્થાનની સમક્ષ 106 રનનો લક્ષ્ય હતો, પરંતુ તે 105/8 રન બનાવી શકી હતી. 

હવે શ્રીલંકામાં મેચ ફિક્સિંગ ગુનો ગણાશે, સંસદમાં બિલ પાસ, 10 વર્ષની સજાની જોગવાઈ 

એ પહેલા દીપક ચાહરે બાંગ્લાદેશ વિરુદ્ધ નાગપુરમાં રમાયેલી નિર્ણાયક ટી20 મેચમાં રેકોર્ડતોડ બોલિંગ કરી હતી અને ટી20 આંતરરાષ્ટ્રીયના ઈતિહાસમાં નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. 

ચાહરે 3.2 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં હેટ્રિક ઝડપનાર ભારતનો પ્રથમ બોલર બન્યો હતો. દીપક ચાહર ટી20 આંતરરાષ્ટ્રીયમાં હેટ્રિક ઝડપનાર વિશ્વનો 11મો બોલર બન્યો હતો. 

દીપક ચાહરે રવિવારે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 3.2 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ લઈને શ્રીલંકાના મિસ્ટ્રી બોલર અજંતા મેન્ડિસનો 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. જેણે 2012મા ઝિમ્બાબ્વે વિરુદ્ધ 8 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ટી20 આંતરરાષ્ટ્રીયના ઈતિહાસમાં દીપક ચાહરનો આ બોલિંગ સ્પેલ સર્વશ્રેષ્ઠ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube