Tokyo Olympics: કુસ્તીમાં હાર બાદ દીપક પુનિયાના કોચે રેફરી પર કર્યો હુમલો, થયો હંગામો
ભારતીય કુસ્તીબાજ દીપક પુનિયાના (Deepak Punia) વિદેશી કોચ મોરાડ ગેડ્રોવને ટોક્યો ઓલિમ્પિકમાંથી (Tokyo Olympics) બહાર કરવામાં આવ્યા છે. મોરાડ (Morad Gaidrov) પર ગુરુવારના દીપક પુનિયાની મેચ બાદ રેફરી પર હુમલો કરવાનો આરોપ છે
Trending Photos
નવી દિલ્હી: ભારતીય કુસ્તીબાજ દીપક પુનિયાના (Deepak Punia) વિદેશી કોચ મોરાડ ગેડ્રોવને ટોક્યો ઓલિમ્પિકમાંથી (Tokyo Olympics) બહાર કરવામાં આવ્યા છે. મોરાડ (Morad Gaidrov) પર ગુરુવારના દીપક પુનિયાની મેચ બાદ રેફરી પર હુમલો કરવાનો આરોપ છે. તમને જણાવી દઇએ કે, દીપક પુનિયાને મેચમાં સેન મરિનોના માઈલેસ નઝ્મ અમીન સામે 2-4 થી હારનો સામનો કરવો પડ્યો હતો. એક સમયે દીપક 2-1 થી આગળ ચાલી રહ્યો હતો, પરંતુ છેલ્લી 10 સેકન્ડમાં માઈલેસ નઝ્મ અમીન ભારતીય કુસ્તીબાજ પર ભારે પડ્યો હતો.
સમગ્ર મેચ દરમિયાન દીપકનો (Deepak Punia) બચાવ શાનદાર હતો, પરંતુ સૈન મરિનોના કુસ્તીબાજે મેચની અંતિમ ક્ષણોમાં ભારતીય કુસ્તીબાજનો (Indian Wrestler) પગ પકડી તેને નીચે પાડી નિર્ણાયક બે પોઈન્ટ હાંસલ કર્યા હતા. આ મેચ બાદ મોરાડ ગેડ્રોવ (Morad Gaidrov) રેફરીના રૂમમાં ગયા અને મેચમાં ભાગ લેનાર રેફરી પર હુમલો કર્યો હતો. વર્લ્ડ રેસલિંગ સંસ્થાએ તાત્કાલીક IOC ને આ મામલે જાણકારી આપી અને શુક્રવારના તાત્કાલીક શિસ્તની સુનાવણી માટે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાને (Wrestling Federation of India) પણ બોલાવવામાં આવી હતી.
WFI ના માફી માંગ્યા બાદ તેમને ચેતવણી આપી છોડાવામાં આવ્યા હતા. FILA એ પૂછ્યું કે WFI એ રશિયાના મોરાડ ગેડ્રોવ સામે શું કાર્યવાહી કરી છે, તેના પર રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, તેમને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. FILA એ IOC ને ભલામણ કરી હતી કે, મોરાડ ગેડ્રોવ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. મોરાડ પહેલા પણ આ પ્રકારની ઘટનામાં સામેલ હતા અને તેમને ચેતવણી આપી છોડવામાં આવ્યા હતા.
ગેડ્રોવને બેઈજિંગ ઓલિમ્પિક 2008 માં 74 કિગ્રા વજન વગ્રમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે 2004 ના એથેન્સ ઓલિમ્પિકના ક્વોર્ટર ફાઈનલમાં હાર બાદ તેમના પ્રતિદ્વિંદ્વી પર હુમલો કર્યો હતો. ગુરૂવારની હરકત બાદ IOC એ તેમની માન્યતા રદ કરી છે અને ટોક્યોમાં ભારતીય દળને લખ્યું છે કે, તેમને તાત્કાલીક સ્થળ છોડવા માટે કહેવામાં આવે. ભારતીય દળના એક એધિકારીએ જણાવ્યું છે કે, અમને આઇઓસીનો પત્ર મળ્યો છે અને અમે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
WFI ના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહએ આ મામલે પુષ્ટી કરી અને કહ્યું કે, કોચના વ્યવહારને લઇને ફેડરેશનને આંતરરાષ્ટ્રીય સંસ્થાથી પ્રતિબંધનો સામનો કરવો પડી શકતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે