Tokyo Olympics: ગોલ્ડ-સિલ્વરનું સપનું રોળાયું, પહેલવાન બજરંગ પુનિયાની સેમી ફાઈનલમાં હાર
પુરુષોની ફ્રી સ્ટાઈલ 65 કિલોગ્રામ વર્ગમાં સેમી ફાઈનલમાં બજરંગ પુનિયાનો સામનો ત્રણ વારના વર્લ્ડ ચેમ્પિયન અઝરબૈજાનના હાજી એલિયેવ સાથે થયો. બજરંગ પુનિયા મુકાબલામાં 5-12થી હાર્યા. જો કે હજુ બ્રોન્ઝ મેડલની આશા જીવંત છે.
Trending Photos
ટોકિયો: જેના પર દેશ મેડલ માટે મીટ માંડીને બેઠો હતો તે પહેલવાન બજરંગ પુનિયાની સેમી ફાઈનલમાં હાર થઈ છે. પુરુષોની ફ્રી સ્ટાઈલ 65 કિલોગ્રામ વર્ગમાં સેમી ફાઈનલમાં બજરંગ પુનિયાનો સામનો ત્રણ વારના વર્લ્ડ ચેમ્પિયન અઝરબૈજાનના હાજી એલિયેવ સાથે થયો. બજરંગ પુનિયા મુકાબલામાં 5-12થી હાર્યા. જો કે હજુ બ્રોન્ઝ મેડલની આશા જીવંત છે.
#Tokyo2020 | Wrestler Bajrang Punia loses to Azerbaijan’s Haji Aliyev 5-12 in Men's 65kg Freestyle semi-final pic.twitter.com/6Gk5u19UJc
— ANI (@ANI) August 6, 2021
ગોલ્ડ-સિલ્વરનું સપનું તૂટ્યું પણ બ્રોન્ઝની આશા જીવંત
ટોકિયો ઓલિમ્પિકની ફ્રી સ્ટાઈલ કુશ્તીના 65 કિગ્રા વર્ગની સેમી ફાઈનલમાં બજરંગ પુનિયાની ત્રણ વારના વર્લ્ડ ચેમ્પિયન અઝરબૈજાનના હાજી એલિયેવ સામે 5-12થી હાર થઈ. આ હાર સાથે હવે ગોલ્ડ અને સિલ્વરની આશા સમાપ્ત થઈ ગઈ પણ હજુ બ્રોન્ઝ મોડલની આશા જીવંત છે. હવે તેઓ બ્રોન્ઝ મેડલ માટે રમશે.
ક્વાર્ટર ફાઈનલમાં ધોબી પછાડ
ટોકિયો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઈનલમાં બજરંગ પૂનિયાનો સામનો ઈરાનના મોર્તજા ગેસી ચેકા સાથે થયો હતો. શરૂઆતમાં બજરંગ 0-1થી પાછળ હતા પરંતુ બીજા ક્વાર્ટરમાં તેમણે જબરદસ્ત વાપસી કરી અને બે પોઈન્ટ મેળવ્યા હતા. આખરી મિનિટમાં ભારતીય પહેલવાને દાવ ખેલ્યો અને ઈરાનનો મોર્તજા પછડાયો. બજરંગ પુનિયાએ શાનદાર જીત મેળવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે