IPL 2022: દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને ધૂળ ચટાડી, મેચમાં બન્યા આ મોટા રેકોર્ડ

મુંબઇના બ્રેબૌર્ન સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ 2022 ના 32મા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને ભૂંડી રીતે હરાવ્યું. દિલ્હીના આ સીઝનમાં ત્રીજી જીત છે. તો બીજી તરફ પંજાબની ચોથી હાર છે. પંજાબે પહેલાં બેટીંગ કરતાં માત્ર 115 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દિલ્હીએ 10.3 ઓવરમાં ફક્ત એક વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. 

IPL 2022: દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને ધૂળ ચટાડી, મેચમાં બન્યા આ મોટા રેકોર્ડ

Delhi Capitals vs Punjab Kings: મુંબઇના બ્રેબૌર્ન સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ 2022 ના 32મા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને ભૂંડી રીતે હરાવ્યું. દિલ્હીના આ સીઝનમાં ત્રીજી જીત છે. તો બીજી તરફ પંજાબની ચોથી હાર છે. પંજાબે પહેલાં બેટીંગ કરતાં માત્ર 115 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દિલ્હીએ 10.3 ઓવરમાં ફક્ત એક વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. 

દિલ્હી કેપિટલ્સ માટે ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે તોફાની ફિફ્ટી ફટકારી હતી. વોર્નરે ફક્ત 30 બોલમાં અણનમ 60 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 10 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. તો બીજી તરફ પૃથ્વી શોએ 20 બોલમાં 7 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી તાબડતોડ 41 રન બનાવ્યા હતા. અંતે સરફરાજ ખાન 12 રન પર નોટ આઉટ પરત ફર્યા હતા. 

દિલ્હીએ બનાવ્યો પાવરપ્લેનો પોતાનો સર્વાધિક સ્કોર
પંજાબ કિંગ્સ વિરૂદ્ધ આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પાવરપ્લેમાં એટલે શરૂઆતી 6 ઓવરોમાં કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના 81 રન બનાવ્યા. આઇપીએલમાં દિલ્હીના પાવરપ્લેમાં આ સર્વાધિક સ્કોર છે. આ પહેલાં તેમણે પાવરપ્લેમાં સૌથી વધુ આરસીબી વિરૂદ્ધ 71 રન બનાવ્યા હતા. 

આ ઉપરાંત આ સીઝનમાં પણ પાવરપ્લેમાં બનાવવામાં આવેલો સર્વાધિક સ્કોર છે. આ પહેલાં ચેન્નઇ સુપર કિંગ્સએ લખનઉ સુપર જાયન્ટ્સ વિરૂદ્ધ આ સીઝનના પાવરપ્લેમાં સર્વાધિક સ્કોર બનાવ્યો હતો. ચેન્નઇએ પહેલાં 6 ઓવરમાં 71 રન બનાવ્યા હતા. 

પંજાબ કિંગ્સના નામે થયો વણજોયો રેકોર્ડ
ટોસ હારીને પહેલાં બેટ્સમેન કરવા ઉતરેલી ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમ 115 રન જ બનાવી શકી હતી. આ સીઝનમાં આ કોઇપણ ટીમનો લોવેસ્ટ ટીમ ટોટલ છે. પંજાબ માટે યુવા વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માએ 23 બોલમાં 5 ચોગ્ગાની મદાથી સૌથી વધુ 32 રન બનાવ્યા. તો બીજી તરફ દિલ્હી કેપિટલ્સ માટે ખલીલ અહમદ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને લલિત યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. 

વિકેટોના મામલે સ્ટેનથી આગળ નિકળ્યા અક્ષર
અક્ષર પટેલે આ મેચમાં ખૂબ વ્યાજબી બોલીંગ કરી. તેમણ પોતાની ચાર ઓવરોમાં ફક્ત 10 રન આપીને બે વિકેટ લીધી. આ સાથે જ અક્ષરે પોતાના આઇપીએલ કેરિયરમાં અત્યાર સુધી 115 મેચોમાં 98 વિકેટ લીધી છે. અને આ દરમિયાન ડેલ સ્ટેન (97) ને પાછળ છોડી દીધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news