T20 World Cup: વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવોનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ, કારણ ચોંકાવનારું...
38 વર્ષીય ડ્વેન બ્રાવોએ પહેલા પણ નિવૃતિની જાહેર કરી હતી, પરંતુ વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરીથી મેદાનમાં વાપસી કરી હતી. તે હાલના ટી20 વર્લ્ડકપમાં કેરેબિયન ટીમનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
Trending Photos
અબુધાબી: વેસ્ટઈન્ડિઝ (West Indies)ના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો (Dwayne Bravo) એ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે. 4 નવેમ્બરે સુપર-12 સ્ટેજમાં મળેલી હાર પછી બ્રાવોએ પોતાના કરિયરરને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
હાર પછી બ્રાવો નિરાશ થયો
38 વર્ષીય ડ્વેન બ્રાવોએ પહેલા પણ નિવૃતિની જાહેર કરી હતી, પરંતુ વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરીથી મેદાનમાં વાપસી કરી હતી. તે હાલના ટી20 વર્લ્ડકપમાં કેરેબિયન ટીમનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. ગત ગુરુવારે શ્રીલંકા વિરુદ્ધ મળેલી હારની સાથે વેસ્ટઈન્ડિઝ ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર નીકળી ગયું છે, જેના કારણે બ્રાવોનું દિલ તૂટી ગયું છે.
શ્રીલંકાએ વેસ્ટઈન્ડિઝને હરાવ્યું
શ્રીલંકાએ સુપર 12 સ્ટેજની આ મેચમાં વેસ્ટઈન્ડિઝને 20 રનથી હરાવ્યું હતું. કેરેબિયન ટીમ માટે 4 મેચોમાં આ ત્રીજી હાર હતી અને ટીમને હવે 6 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમવાની છે, જે બ્રાવો માટે છેલ્લો આંતરરાષ્ટ્રીય મેચ હશે.
17 વર્ષના કરિયરનો આવશે અંત
લગભગ 17 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર બ્રાવોએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે સમય આવી ગયો છે. મારું કરિયર ખુબ જ સારું રહ્યું છે. 18 વર્ષો સુધી વેસ્ટઈન્ડિઝને રિપ્રજેન્ટ કરતા ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ જ્યારે હું પાછળ વળીને જોવું છું તો આટલો લાંબો સમય સુધી આ ફીલ્ડ અને કેરેબિયન લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે ખુબ જ આભારી છું.
Today we farewell a @windiescricket superstar from international cricket 🙌
Read more on @DJBravo47's retirement 👉 https://t.co/2ifYEKFml3 #T20WorldCup pic.twitter.com/tBCvqZL8xt
— T20 World Cup (@T20WorldCup) November 5, 2021
ઈમોશનલ થયા બ્રાવો
ડ્વેન બ્રાવોએ શ્રીલંકા સામેની મેચ પછી જણાવ્યું હતું કે, આઈસીસીના ત્રણ એવોર્ડ જીતવાના કારણે ઘણો ખુશ છું. આમાંથી બે મેં અહીં ડાબી બાજુએ ઊભેલા મારા કેપ્ટન (ડેરેન સેમી)ના નેતૃત્વમાં જીત્યા છે. મને ગર્વ છે કે અમે એવા ક્રિકેટરોના યુગનો ભાગ હતા જેઓ વૈશ્વિક મંચ પર પોતાનું નામ બનાવવા સક્ષમ હતા.
કેરેબિયન જમીન પર છેલ્લી મેચ
અગાઉ પાકિસ્તાન વિરુદ્ધ હોમ સીરિઝ દરમિયાન વેસ્ટઈન્ડિઝના કેપ્ટન કીરોન પોલાર્ડ (Kieron Pollard)એ જણાવ્યું હતું કે, ડ્વેન બ્રાવો (Dwayne Bravo) કેરેબિયન જમીન પર પોતાની છેલ્લી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યા હતા.
સાત વર્લ્ડકપમાં રમ્યા બ્રાવો
ડ્વેન બ્રાવોએ તમામ 7 ટી20 વર્લ્ડકપમાં ભાગ લીધો છે અને 2012 અને 2016માં વેસ્ટઈન્ડિઝને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો. તેમણે પોતાની ટીમ માટે 90 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 1245 રન બનાવ્યા અને 78 વિકેટ લીધી છે.
2004માં કર્યું હતું ડેબ્યૂ
વર્ષ 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ડ્વેન બ્રાવો (Dwayne Bravo)એ 40 ટેસ્ટમાં 31.42ની સરેરાશથી 2200 રન બનાવવાની સાથે 86 વિકેટ પણ લીધી છે, તેમના નામે 164 વનડેમાં 199 વિકેટ અને 2968 રન છે. બ્રાવોએ જોકે માન્યું કે ટી20 વર્લ્ડકપમાં તેમની ટીમનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું છે.
યંગ પ્લેયર્સ કરશે સપોર્ટ
ડ્વેન બ્રાવો (Dwayne Bravo)એ યંગ પ્લેયર્સને સમર્થન કરતા જણાવ્યું હતું કે, હું હવે પોતાના અનુભવને યુવા ખેલાડીઓ સાથે શેર કરવાની કોશિશ કરીશ. મને લાગે છે કે વ્હાઈટ બોલના ફોર્મેટમાં વેસ્ટઈન્ડિઝ ક્રિકેટનું ફ્યૂચર બ્રાઈટ છે અને અમારા માટે આ મહત્ત્વપૂર્ણ છે કે અમે ખેલાડીઓનું સમર્થન અને તેમને પ્રોત્સાહિત કરતા રહીએ.
ટૂર્નામેન્ટમાં ફ્લોપ રહી વેસ્ટઈન્ડિઝ
આઈપીએલ (IPL) માં એમએસ ધોની (MS Dhoni)ની ટીમ ચેન્નઈ સુપરકિંગ (Chennai Super Kings) તરફથી રમનાર ડ્વેન બ્રાવો (Dwayne Bravo)એ જણાવ્યું છે કે, આ વર્લ્ડકપ એવો નહોતો જેવો તેમણે આશા રાખી હતી. આપણે તેના પર નિરાશ થવું જોઈએ નહીં, આ એક મુશ્કેલ કોમ્પિટીશન હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે