આઈપીએલની પ્રથમ હેટ્રિક લેનાર બાલાજી હશે ધોનીની ટીમનો કોચ
એક સમયે ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી રહેલ લક્ષ્મીપતિ બાલાજીની આઈપીએલ 2018ના સત્ર માટે ટીમના બોલિંગ કોચ માટે પસંદગી કરવામાં આવી છે.
બાલાજી પહેલા ચેન્નઈ સુપર કિંગ્સનો ખેલાડી હતો.- શોહેબ અખ્તરની પહેલી બોલ પર સિક્સ ફટકારી હતી.
- બાલાજીએ ભારત માટે 8 ટેસ્ટ અને 30 વનડે મેચ રમી છે.
Trending Photos
ચેન્નઈઃ ભારતના પૂર્વ ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજીને આઈપીએલની 2018ની સિઝન માટે ચેન્નઈ સુપર કિંગ્સના બોલિંગ કોચ તરીકે નિ્મણુંક કરવામાં આવી છે. ચેન્નઈની ટીમે કેપ્ટન ધોની, સુરેશ રૈના અને રવીન્દ્ર જાડેજાને રિટેન કર્યા છે. સીએસકેના સીઈઓ કે એસ વિશખ્વનાથને એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન આ વાતની જાહેરાત કરી હતી. સ્ટીફન ફ્લેમિંગ ટીમના મુખ્ય કોચ જ્યારે પૂર્વ ઓસ્ટ્રેલિયન
બેટ્સમેન માઇકલ હસ્સી બેટિંગ કોચ અને બાલાજી બોલિંગ કોચ હશે.
ટ્રેનર ગ્રેગરી કિંગ અને ફિઝિયો ટામી સિમસેકને પણ બરકરાર રાખવામાં આવ્યા છે. ફ્લેમિંગ ટીમ પર પ્રતિબંધ લાગ્યો ત્યારે પણ કોચની ભૂમિકામાં હતો. તે 2016 અને 2017ની સિઝનમાં પૂણે સુપર જાન્ટસના કોચ પદ્દે રહ્યો હતો. માઇકલ હસ્સી પણ 2008થી 2013 સુધી ચેન્નઈ સાથે હતો.
આ પ્રસંગે ધોનીએ કહ્યું કે કોર ગ્રુપને ફરીથી ભેગું કરવું તે પ્રથમ કાર્ય છે. ધોનીએ સ્વીકાર્યું કે 27 અને 28 જાન્યુઆરીએ યોજાનારી હરાજીમાં ખેલાડીઓની પસંદગી કરવી સરળ નહીં હોય. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ બાલાજીને ઘણો સમય ફિટનેસને કારણે ટીમમાંથી બહાર રહેવું પડ્યું હતું. 34 વર્ષિય આ બોલર ભારત તરફથી 8 ટેસ્ટ અને 30 વનડે રમ્યો છે.
આઈપીએલમાં શાનદાર રહ્યું બાલાજીનું કેરિયર
બાલાજીએ આઈપીએલની પ્રથમ સિઝનમાં હેટ્રિક લઈને તમામને ચોંકાવ્યા હતા. 10 મે 2008ના રોજ તેણે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા પંજાબ વિરુદ્ધ આ સિદ્ધી મેળવી હતી. આ મેચમાં તેણે ઈરફાન પઠાણ, પીયુષ ચાવલા અને વીઆરવી સિંહની વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે