G T20 લીગમાં ગેલનું તોફાન, અણનમ સદી સાથે ફટકાર્યા 12 છગ્ગા

વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે સોમવારે કેનેડા ગ્લોબલ ટી20 લીગમાં માત્ર 54 બોલમાં પોતાની તોફાની સદી ફટકારી દીધી હતી.
 

G T20 લીગમાં ગેલનું તોફાન, અણનમ સદી સાથે ફટકાર્યા 12 છગ્ગા

નવી દિલ્હીઃ ટી20 ક્રિકેટના બાદશાહ ખેલાડી ક્રિસ ગેલે એકવાર ફરી દેખાડ્યું કે તે ક્રિકેટનો યૂનિવર્સ બોસ કેમ છે. આ દિવસોમાં ગ્લોબલ ટી20 કેનેડા લીગમાં રમી રહેલા આ બેટ્સમેને સોમવારે પોતાની તોફાની સદીથી પોતાના ફેન્સનું દિલ એકવાર જીતી લીધું છે. વૈનકોવર નાઇટના આ બેટ્સમેને 54 બોલમાં અણનમ 122 રન ફટકાર્યા, જેમાં તેણે 12 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. 

ગેલની આ તોફાની ઈનિંગની મદદથી વૈનકોવર નાઇટે મોન્ટ્રિયલ ટાઇગર્સ વિરુદ્ધ નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 276 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. પરંતુ ખરાબ હવામાનને કારણે મેચની બીજી ઈનિંગ ન રમાઈ શકી અને બંન્ને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો. ગેલની આ તોફાની ઈનિંગ બાદ મેચમાં રિયલ તોફાન પણ આવ્યું, જેથી મેચ પૂરી ન થઈ શકી. 

— GT20 Canada (@GT20Canada) July 30, 2019

આ લીગમાં 39 વર્ષીય આ બેટ્સમેનની ત્રીજી મેચ હતી અને આ પહેલા તેણે 12 અને 45 રન બનાવ્યા હતા. પરંતુ સોમવારે જ્યારે તે ક્રીઝ પર ઉતર્યો તો તે અંદાજમાં જોવા મળ્યો, જેના માટે તે જાણીતો છે. 

પોતાની ઈનિંગના 47મા બોલ પર ગેલે છગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ કેનેડા જી ટી20 લીગની પ્રથમ સદી પણ છે. ગેલની તોફાની ઈનિંગથી બચવા માટે મોન્ટ્રિયલ ટાઈગર્સે ખુબ પ્રયત્ન કર્યો અને તેના છ બોલરોને મોરચા પર લગાવ્યા હતા. પરંતુ તમામ બોલર ગેલને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. 

મહત્વનું છે કે 39 વર્ષીય ક્રિસ ગેલે ભારત વિરુદ્ધ આગામી વનડે સિરીઝ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝમાં 8 ઓગસ્ટથી 14 ઓગસ્ટ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમવાની છે. ક્રિસ ગેલને વિન્ડીઝની વનડે ટીમમાં તક મળી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news