સુશીલે હિમાચલના બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને સમર્પિત કર્યો પોતાનો ગોલ્ડ

કોમનવેલ્થ ગેમ્સમાં સુશીલની ગોલ્ડન હેટ્રીક )
  • 2010 અને 2014ની રાષ્ટ્રમંડળ ગેમ્સમાં જીત્યો હતો ગોલ્ડ
  • સુશીલ કુમારે પોતાનો ગોલ્ડ મેડલ હિમાચલમાં મૃત્યુ પામેલ બાળકોને સમર્પિત કર્યો
  • સુશીલે ટ્વીટ કરીને માતા-પિતા, અને ગુરૂને સમર્પિત કર્યો ગોલ્ડ મેડલ

Trending Photos

 સુશીલે હિમાચલના બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને સમર્પિત કર્યો પોતાનો ગોલ્ડ

ગોલ્ડ કોસ્ટઃ ગોલ્ડ મેડલ જીત્યા બાદ બોક્સર સુશીલ કુમારે પોતાની આ જીત હિમાચલ પ્રદેશમાં બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને સમર્પિત કરી છે. આ દુખદાયક દુર્ઘટનામાં 23 બાળકોના મોત થયા હતા. સુશીલે પોતાના ટ્વીટમાં લખ્યું છે આ મેડલ તે બાળકોને સમર્પિત છે, જેનું દુર્ઘટનામાં અવસાન થયું છે. ( વાંચો : કોમનવેલ્થ ગેમ્સમાં સુશીલની ગોલ્ડન હેટ્રીક )

આ મહત્વની જીતને સુશીલે પોતાના માતા-પિતા, ગુરૂ સતપાલ અને યોગ ગુરૂ બાબા રામદેવને પણ સમર્પિત કરી છે. કોમનવેલ્થ ગેમ્સમાં સુશીલનો આ સતત ત્રીજો મેડલ છે. 

— Sushil Kumar (@WrestlerSushil) April 12, 2018

ઉલ્લેખનીય છે કે પુરૂષ ફ્રી સ્ટાઇલ 74 કિલોગ્રામમાં સુશીલ કુમારે ભારતને ગોલ્ડ અપાવ્યો. અપેક્ષા અનુરૂપ આ સ્ટાર પહેલવાને ફાઇનલમાં સાઉથ આફ્રિકાના જોહાનેસ બોથા પર તૂટી પડ્યો અને માત્ર એક મિનિટની અંદર ફટાફટ ગોલ્ડ પર કબજો કરી લીધો. સુશીલને 10-0થી સફળતા  મળી. સુશીલે રાષ્ટ્રમંડળ ગેમ્સમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા તેણે 2010માં દિલ્હી અને 2014માં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news