2020નો ટી20 વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં રમાશે, આ આઠ શહેરમાં યોજાશે મેચ

મહિલા વિશ્વકપ 21 ફેબ્રુઆરીથી આઠ માર્ચ સુધી રમાશે, જ્યારે પુરુષ વિશ્વકપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી રમાશે. 

 

 2020નો ટી20 વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં રમાશે, આ આઠ શહેરમાં યોજાશે મેચ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ક્રિકેટ મેદાન મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પુરૂષ અને મહિલા વિશ્વકપ 2020નો ફાઈનલ રમાશે. આઈસીસીએ આજે આ જાણકારી આપી છે. મહિલા ટી20 વિશ્વકપ 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રમાશે, અને પુરુષ વિશ્વકપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી રમાશે. વિશ્વકપની મેચોનું આયોજન આઠ શહેરમાં કરવામાં આવશે. જેમાં એડીલેડ, બ્રિસબેન, કૈનબરા, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીનો સમાવેશ થાય છે. 

આઈસીસીએ કહ્યું, આ ઈવેન્ટમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ મહિલા અને પુરૂષ ક્રિકેટરોને વિશ્વનું ધ્યાન ખેંચવાનો મોકો મળશે. મહિલા વિશ્વકપમાં 10 ટીમો અને પુરૂષ વિશ્વકપમાં 16 ટીમો રમશે. મહિલા અને પુરૂષના ફાઈનલમાં સમાન ઈનામી રકમ હશે અને બંન્નેના ફાઈનલ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ એમસીજી પર રમાશે. મહિલા ફાઈનલનું આયોજન 8 માર્ચ 2018ના મહિલા દિવસના દિવસે કરવામાં આવ્યું છે. 

આ જાહેરાત દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની કેપ્ટન મેગ લેનિન હાજર હતી. આઈસીસીએ પોતાના ટ્વીટર પર આ બંન્નેનો ફોટો શેર કર્યો છે. આ સિવાય હોસ્ટ શહેરોની યાદી પણ ટ્વીટ કરી છે. 

 

— ICC (@ICC) January 29, 2018

 

ઉલ્લેખનીય છે કે ગત ટી20 વિશ્વકપ ભારતમાં રમાયો હતો. જેમાં ઈંગ્લેન્ડને હરાવીને વિન્ડીઝ ચેમ્પિયન બન્યું હતું. ભારતે આ ટૂર્નામેન્ટમાં સેમિફાઈનલ સુધીની સફર કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news