VIDEO: અજબ-ગજબ આઉટ, ICCના દરબારમાં પહોંચ્યો મામલો તો આપ્યો આ નિર્ણય
ક્રિકેટ ફેને આ વીડિયોને આઈસીસીને મોકલતા પૂછ્યું કે શું આ ખેલાડીને આઉટ આપવો યોગ્ય છે કે અયોગ્ય?
Trending Photos
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મંગળવારે ક્રિકેટના એક મજેદાર વીડિયો પર પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો. આ વીડિયો એક ક્રિકેટ ફેને આઈસીસીના દરબારમાં ન્યાય માટો મોકલ્યો હતો. આ સ્થાનિક ક્રિકેટમાં એક ખેલાડી અજીબ રીતે આઉટ થઈ ગયો, પરંતુ તેણે પોતાને આઉટ માનવાથી ઈન્કાર કર્યો. ત્યારબાદ આ મામલાને આઈસીસીની શરણમાં મોકલવામાં આવ્યો અને તેના પર આઈસીસીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો.
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં બેટ્સમેન બોલને હિટ કરવા માટે આગળ વધે છે, પરંતુ બોલ સ્વિંગ થઈને તેના પગ વચ્ચેથી નીકળીને સ્ટંમ્સ પર લાગે છે. બોલ અસમતોલ મેદાનને કારણે સ્વિંગ થાય છે.
ક્રિકેટ ફેને આ વીડિયોને આઈસીસીને મોકલતા પૂછ્યુ કે શું આ ખેલાડીને આઉટ આપવો યોગ્ય છે કે અયોગ્ય? હામજા નામના એક ક્રિકેટ ફેને આ વીડિયો આઈસીસીને મોકલ્યો અને તેના પર પોતાનું મંતવ્ય પૂછ્યુ.
A fan named Hamza sent this video to us this morning asking for a ruling.
Unfortunately for the (very unlucky) batsman, law 32.1 confirms... Out! ☝ pic.twitter.com/y3Esgtz48x
— ICC (@ICC) May 22, 2018
આઈસીસીએ આ વીડિયોને પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો અને કહ્યું કે, આ દુર્ભાગ્યની વાત છે કે 32.1 કાયદા અનુસાર બેટ્સમેન આઉટ છે.
આઈસીસીએ ટ્વીટર પર પોસ્ટ કરેલા આ વીડિયોમાં લખ્યું, 32.1 કાયદો તે વાતની ખાતરી કરે છે કે બેટ્સમેન આઉટ છે. આઈસીસીના 32.1 નિયમ પ્રમાણે, જો કોઈ બેટ્સમેન બોલર દ્વારા ફેંકાયેલા બોલ પર આઉટ થાય છે અને બોલ નો-બોલ ન હોય તો આઉટ માનવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે