NZ vs NED World Cup: વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની સતત બીજી જીત, ઈંગ્લેન્ડ બાદ હવે નેધરેલન્ડ્સને પણ ધોબીપછાડ આપી

World Cup 2023: ન્યૂઝીલેન્ડની ટીમે ભારતમાં રમાઈ રહેલા આઈસીસી વનડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પોતાની સતત બીજી જીત નોંધાવી છે. સોમવારે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ન્યૂઝીલેન્ડ નેધરલેન્ડ્સને 99 રનથી હરાવ્યું

NZ vs NED World Cup: વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની સતત બીજી જીત, ઈંગ્લેન્ડ બાદ હવે નેધરેલન્ડ્સને પણ ધોબીપછાડ આપી

World Cup 2023: ન્યૂઝીલેન્ડની ટીમે ભારતમાં રમાઈ રહેલા આઈસીસી વનડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પોતાની સતત બીજી જીત નોંધાવી છે. સોમવારે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ન્યૂઝીલેન્ડ નેધરલેન્ડ્સને 99 રનથી હરાવ્યું. વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડની આ સતત બીજી જીત છે. આ અગાઉ કીવી ટીમે 5 ઓક્ટોબરના રોજ રમાયેલી પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 9 વિકેટથી હરાવ્યું હતું. નેધરલેન્ડ્સ વિરુદ્ધ પણ ન્યૂઝીલેન્ડે ગજબનું ફોર્મ દેખાડ્યું છે. 

સતત બીજી જીત
સોમવારે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 7 વિકેટના ભોગે 322 રન કર્યાં. ન્યૂઝીલેન્ડ માટે વિલ યંગે સૌથી વધુ 70 રન કર્યા. કેપ્ટન ટોમ લાથમે 53 રન, રચિન રવિન્દ્રએ 51 રન કર્ય. ડેવોન કોનવેએ 32 રન અને મિશેલ સેન્ટનરે અણનમ 36 રનનું યોગદાન આપ્યું. જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ 46.3 ઓવરમાં 223 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ન્યૂઝીલેન્ડે મેચ જીતી લીધી. ન્યૂઝીલેન્ડ  તરફથી સ્પિનર મિચેલ સેન્ટનરે સૌથી વધુ 5 વિકેટ લીધી. મેટ હેનરીએ 3 વિકટ અને રચિન રવિન્દ્રએ 1 વિકેટ લીધી. નેધરલેન્ડ્સ તરફથી કોલિન એકરમેને સૌથી વધુ 69 રન કર્યા. નેધરલન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે પણ 30 રન કર્યા. 

પહેલી મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.
ન્યૂઝીલેન્ડે આ અગાઉ પોતાના વિજયરથની શાનદાર શરૂઆત કરતા વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. તે મેચમાં ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્ર અને ડેવોન કોન્વેએ યાદગાર સદી ફટકારી હતી. બીજી બાજુ નેધરલેન્ડ્સે પાકિસ્તાન સામે 81 રનથી મેચ ગુમાવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચમાં નિયમિત કેપ્ટન કેન વિલિયમસન વગર મેદાનમાં ઉતરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news