IND VS ENG 3rd Test: ફ્લોપ સાબિત થઇ ટીમ ઇન્ડીયા, 100 રન પણ બનાવી ન શકી

ભારત અને ઇગ્લેંડ (India vs England) વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરીઝનો ત્રીજો મુકાબલો હેડિંગ્લે (Headingley) ના મેદાન પર રમાઇ રહ્યો છે. ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે.

IND VS ENG 3rd Test: ફ્લોપ સાબિત થઇ ટીમ ઇન્ડીયા, 100 રન પણ બનાવી ન શકી

નવી દિલ્હી: ભારત અને ઇગ્લેંડ (India vs England) વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરીઝનો ત્રીજો મુકાબલો હેડિંગ્લે (Headingley) ના મેદાન પર રમાઇ રહ્યો છે. ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડીયાએ 40.4 ઓવરમાં 10 વિકેટના નુકસાને 78 રન બનાવી શકી હતી. 

ત્રીજી ટેસ્ટનો પ્રથમ દિવસ જાહેર
મુકાબલમાં ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડીયાને પહેલી ઇનિંગમાં શરૂઆતમાં જ મોટો આંચકો લાગ્યો હતો. કેએલ રાહુલ ખાતા ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યા હત.અ ચેતેશ્વર પુજારા પર કંઇ ખાસ કરી શક્યા ન હતા અને 9 બોલમાં 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. ટીમ ઇન્ડીયના કેપ્ટન વિરાટ કોહલી પણ ફરી એકવાર ફ્લોપ સાબિત તહ્યા અને 7 રન બનાવીને આઉટ થઇ ગયા. તો બીજી તરફ વાઇસ કેપ્ટન રહાણે પણ કંઇ ખાસ કરી શક્યા નહી અને 18 રન બનાવીને આઉટ થઇ ગયા. રોહિત ક્રીઝ પર ટકી રહ્યા પરંતુ કોઇએ તેમનો સાથ ન આપ્યો, પંત પણ 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. ત્યારબાદ રોહિત શર્મા એકદમ ખરાબ શોટ રમીને 19 રન પર આઉટ થઇ ગયા, ત્યારબાદ તાત્કાલિક શમી પહેલા બોલ પર જ આઉટ થઇ ગયા. ત્યારબાદ એક એક કરીને બધા ખેલાડી પેવેલિયન પરત ફર્યા અને પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ ફક્ત 78 રન બનાવી શકી. 

વર્ષ 2002 માં ભારતની જીત
ટીમ ઇન્ડીયા (Team India) એ લીડ્સમાં અંતિમ ટેસ્ટ 2002 માં રમી હતી. તે સમયે સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ભારતીય ટીમના કેપ્ટન હતા. ત્યારે 'દાદા' ના શેરોએ ઇગ્લેંડ ક્રિકેટ ટીમને ઇનિંગ અને 46 રનથી ધૂળ ચટાડી હતી. રાહુલ દ્વવિડ (Rahul Dravid) ને શતકીય ઇનિંગ (148) માટે 'મેન ઓફ ધ મેચ' આપવામાં આવ્યો હતો. 

54 વર્ષથી લીડ્સમાં હાર્યું નથી ભારત
હેડિંગ્લે (Headingley) મેદાન પર ટીમ ઇન્ડીયાનો રેકોર્ડ શાનદાર છે, ગત 54 વર્ષોમાં ભારત આ મેદાન પર એક પણ મેચ હાર્યું નથી. ભારતને અહીં 1967 માં અંતિમ વખતે હાર નસીબ થઇ હતી. તો બીજી તરફ આ મેદાન પર ઇંગ્લેંડનો રેકોર્ડ એકદમ શરમજનક રહ્યો છે. વર્ષ 2019 ના એશેઝ મુકાબલામાં મેજબાન ટીમ 67 રન પર સમેટાઇ ગઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news