પાકિસ્તાનને આતંકી દેશ કહેવા પર ભારતીય ફોલોઅર પર ગુસ્સે થયો ડેરેન સેમી

વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ કેપ્ટન ડેરેન સેમી પાકિસ્તાન સુપર લીગની ફ્રેન્ચાઇઝી પેશાવર ઝાલ્મીની એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન પહોંચ્યો છે. 

પાકિસ્તાનને આતંકી દેશ કહેવા પર ભારતીય ફોલોઅર પર ગુસ્સે થયો ડેરેન સેમી

નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની ફ્રેન્ચાઈઝી પેશાવર ઝાલ્મીના સત્તાવાર કિટ લોન્ચ ઈવેન્ટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન પહોંચ્યો હતો. સેમી પોતાના પાકિસ્તાની પ્રશંસકો પાસેથી મળેલા પ્રેમથી અભિભૂત હતો કે એક તસ્વીર પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી. તેને લઈને સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થવા લાગ્યો હતો. 

35 વર્ષના ક્રિકેટર સેમીએ પાકિસ્તાનમાં થયેલા સ્વાગત બાદ સુરક્ષાકર્મીઓ અને યજમાનો સાથે એક તસ્વીર શેર કરતા લખ્યું, એકતામાં અટૂટ શક્તિ, પ્રેમથી સંસાર ચાલે છે. પાકિસ્તાનના લોકો માટે પ્રેમ સિવાય કશું નહીં. તેને લઈને આ દિગ્ગજ ખેલાડી પાકિસ્તાના વિરોધી ભારતના સોશિયલ મીડિયાના યૂઝરોના નિશાને આવી ગયો હતો. 

ડેરેન સેમીના પાકિસ્તાન પ્રેમને લઈને એક ભારતીય ઇંસ્ટાગ્રામ યૂઝરે કોમેન્ટ કરી, તે (પાકિસ્તાની) આતંકવાદી છે. તેના પર સેમી ગુસ્સે થયો અને તેણે જવાબમાં પોતાનો ફોલોઅરને લખ્યું, મારા પેજમાંથી ભાગી જા. 

પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર ઝાલ્મીનું નેતૃત્વ કરતો સેમી પાકિસ્તાનમાં ક્રિકેટની વાપસીને લઈને ખૂબ સક્રિય છે. મહત્વનું છે કે, 2009માં શ્રીલંકન ટીમ પર થયેલા હુમલા બાદથી મોટા ભાગના ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવાનો ઇન્કાર કરે છે. 

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની ચોથી સીઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 30 મેચની આ ટૂર્નામેન્ટ સંયુક્ત અરબ અમીરાતમાં રમાશે. અંતિમ ચાર મેચ કે પ્લેઓફ પાકિસ્તાનમાં આયોજીત કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news