ભજ્જીએ કર્યો ખુલાસો, કહ્યું- કુકને લેજન્ડ બનાવવામાં મારી મહત્વની ભૂમિકા

ઈંગ્લેન્ડના એલિસ્ટેયર કુકે ભારત વિરુદ્ધ પોતાની અંતિમ ઈનિંગમાં 147 રન બનાવ્યા. આ તેની અંતિમ ઈન્ટરનેશનલ ઈનિંગ પણ હતી. 
 

ભજ્જીએ કર્યો ખુલાસો, કહ્યું- કુકને લેજન્ડ બનાવવામાં મારી મહત્વની ભૂમિકા

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના એલિસ્ટેયર કુકે ભારત વિરુદ્ધ પોતાની અંતિમ ઈનિંગમાં 147 રન ફટકાર્યા છે. આ તેની અંતિમ ઈન્ટરનેશનલ ઈનિંગ પણ હતી. કુકે આ ઈનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેમાં સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટ્સમેનની સિદ્ધિ પણ સામેલ છે. કુકે શ્રીલંકાના કુમાર સાંગાકારાને પાછળ છોડીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કુક હવે સૌથી વધુ રન બનાવવાના મામલામાં વિશ્વમાં પાંચમાં નંબર પર છે. 

મેં છોડ્યો હતો પર્દાપણ મેચમાં કુકનો કેચ
પોતાની અંતિમ ઈનિંગમાં સદી ફટકારનાર કુકને વિશ્વભરના ક્રિકેટરોએ અલગ-અલગ રીતે શુભકામના આપી રહ્યાં છે. ભારતના ઓફ સ્પિનર હરભજન સિંહ પણ તેમાં સામેલ છે. ભજ્જીએ ટ્વીટ કરીને કહ્યું, ઈતિહાસના આ એક પેજનો હું પણ ભાગ છું... મેં પર્દાપણ ટેસ્ટમાં કુકનો ત્યારે કેચ છોડ્યો હતો, જ્યારે તે 90+ના સ્કોર પર બેટિંગ કરી રહ્યાં હતા... આજે તે ક્યાં છે... તે લેજન્ડ છે. 

— Harbhajan Turbanator (@harbhajan_singh) September 10, 2018

અંતિમ મેચમાં 218 રન બનાવ્યા
એલિસ્ટર કુકનું બેટ આ શ્રેણીમાં લગભગ ખામોશ રહ્યું હતું. તે શરૂઆતી ચાર ટેસ્ટની 7 ઈનિંગમાં માત્ર 109 રન બનાવી શક્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ઓપનરે પાંચમી ટેસ્ટમાં બાકી રહેલી તમામ કસર પૂરી કરી દીધી હતી. તેણે પાંચમી ટેસ્ટમાં કુલ 218 રન બનાવ્યા. તેમાં બીજી ઈનિંગના 147 રન પણ સામેલ છે. કુકે પ્રથમ ઈનિંગમાં 71 રન બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news