વર્લ્ડ કપ 2019: આફ્રિકા વિરુદ્ધ રોહિતની સદીથી કોહલી ગદગદ, કહી આ વાત

રોહિતની બેટિંગ પર વિરાટે કહ્યું કે, આમ તો રોહિતે ઘણી શાનદાર ઈનિંગ રમી છે, પરંતુ આ તેની શાનદાર ઈનિંગમાંથી એક છે. 

વર્લ્ડ કપ 2019: આફ્રિકા વિરુદ્ધ રોહિતની સદીથી કોહલી ગદગદ, કહી આ વાત

નવી દિલ્હીઃ ભારતે વિશ્વકપ-2019માં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. બુધવારે સાઉથેમ્પ્ટનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટે જીત મળી હતી. જીતથી થયેલા પ્રારંભથી કેપ્ટન વિરાટ કોહલી ઘણો ખુશ જણાતો હતો. વિરાટ રોહિત શર્માની પ્રશંસા કરી છે. તેણે રોહિતની અણનમ સદીની ઈનિંગને તેની વનડેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ ગણાવી છે. 

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો અને નિર્ધારિત 50 ઓવરોમાં 9 વિકેટના નુકસાન પર 227 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે પ્રથમ વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. પરંતુ ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માના અણનમ 122 રનની મદદથી ભારતે 15 બોલ બાકી રહેતા 4 વિકેટ ગુમાવીને જીત હાસિલ કરી હતી. 

રોહિતની બેટિંગ પર વિરાટે કહ્યું કે, આમ તો રોહિતે ઘણી શાનદાર ઈનિંગ રમી છે, પરંતુઆ તેની શાનદાર ઈનિંગમાંથી એક છે. કોહલીએ કહ્યું કે જ્યારે કગિસો રબાડા અને ક્રિસ મોરિસ જેવા બે શાનદાર બોલર નવા બોલની સાથે બોલિંગ માટે આવે છે ત્યારે ક્રીઝ પર ટકી રહેવું આસાન નથી. 

રોહિત પ્રથમ 10 ઓવરોમાં ઘણીવાર બેકફુટ પર આવ્યો, ત્યાં સુધી કે એક નજીવી તક પણ બચી ગઈ, જ્યારે ફાફ ડુ પ્લેસિસે એક મુશ્કેલ તક ગુમાવી, પરંતુ ભારતનો આ બેટ્સમેન ઉભો રહ્યો હતો. 

મુશ્કેલ સમયમાંથી પસાર થયા બાદ રોહિત શર્માએ શાનદાર વાપસી કરી અને આફ્રિકાના બોલરો પર દબાવ બનાવ્યો હતો. રોહિતે વિરાટ કોહલી, રાહુલ અને ધોનીની સાથે ભાગીદારી કરી હતી. રોહિતે 144 બોલની ઈનિંગમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. 

હાલના વિશ્વકપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત કરનારી છેલ્લી ટીમ રહી. તેણે ચોક્કસપણે ધમાકેદાર શરૂઆત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news