INDvsWI:લખનઉમાં પહેલી ઇન્ટરનેશનલ T20 માટે તૈયાર છે દેશનું 10મું સૌથી મોટું મેદાન

ભારત અને વેસ્ટઇન્ડિઝની ટીમે બીજી ટી-20 મેચ માટે સોમવારે બપોરે લખનઉ પહોચશે. 

INDvsWI:લખનઉમાં પહેલી ઇન્ટરનેશનલ T20 માટે તૈયાર છે દેશનું 10મું સૌથી મોટું મેદાન

લખનઉ: ભારત અને વેસ્ટઇન્ડિઝની ટીમે બીજા ટી-20 ઇન્ટરનેશનલ મેચ માટે સોમવારે લખનઉમાં પહોંચશે તેથી 6 નવેમ્બરે યોજાવનારા મેચ પહેલા અભ્યાસ સત્રમાં ભાગ લે તેવી શક્યતાઓ નથી. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ આ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરશે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંધ(યુપીસીએ)ના એક મીડિયા મેનેજર એએખાન તાલિબે રવિવારે જણાવ્યું કે હજી એ નક્કી નથી થયું કે ભારત અને વિન્ડિઝ ટીમ અહિં અભ્યાસ કરશે કે નહિં. આ અંગેનો નિર્ણય બંન્ને ટીમો અહિં આવ્યા બાદ ટીમ પ્રબંધક લેશે. 

પહેલી ટી-20 મેચ રવિવારે કોલકાતામાં રમાઇ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ચઇન્ડિઝને 5 વિકેટે હાર આપી હતી, બંન્ને ટીમો સવારે લખનઉ જવા રવાના થશે અને બપોરે ત્યા પહોંચી જશે. મેચ સાંજે સાત વાગ્યથી શરૂ થશે. અને એવામાં મંગળવારની સવારે અભ્યાસ સત્રમાં ભાગ લે તેવી શક્યતાઓ પણ દેખાઇ રહી છે. 

ભારતીય ટીમ અહિયા ગોમતી નગરમાં આવેલી હોટલ હયાતમાં જ્યારે વેસ્ટઇન્ડિઝની પણ ગોમતી નગરમાં આવેલી તાજ હોટલમાં રોકાણ કરશે. લખનઉનું ઇકાના સ્ટેડિયમ દેશનું 10મું સૌથી મોટું સ્ટેડિયમ છે. જેની ક્ષમતા આશરે 50,000 દર્શકોની છે.

 

— EkanaCricketStadium (@EkanaOfficial) October 24, 2018

 

યુપીસીએના નિર્દેશક એસ કે અગ્રવાલ અનુસાર બંન્ને ટીમોની સુરક્ષા માટે હોટલમાં જોરદાર વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અને કોઇ પણ બહારના વ્યક્તિને સ્ટેડિયમમાં એન્ટ્રી પર પાબંદી રાખવામાં આવી છે. ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે પહેલા 2 ટેસ્ટ મેચની સીરીઝ થઇ હતી જેમાં ભારતે 2-0થી જીત મેળવી હતી. ત્યાર બાદ પાંચ મેચની વન ડે સીરીઝમાં પણ ટીમ ઇન્ડિયાએ 3-1 થી જીત મેળવી હતી. 

વર્લ્ડ ચેંમ્પિયન હોવા છતા WIનો આ વર્ષે ખરાબ રેકોર્ડ 
વેસ્ટઇન્ડિઝ ટીમમાં અત્યાર વર્લ્ડ ચેમ્પિયન જરૂર છે, પરંતુ વર્ષ 2018માં છેલ્લી ત્રણ સીરીઝમાં તેની હાર થઇ છે. પહેલા ન્યૂઝિલેન્ડ સામેની ત્રણ મેચોની સીરીઝમાં 0-2થી હાર થયા બાદપાકિસ્તાન સામે પણ 3-0થી હાર થઇ સીરીઝમાં હાર થઇ હતી. ત્યાર બાદ અમેરિકામાં થયેલી બાંગ્લાદેશ વિરૂદ્ધની ટી-20 સીરીઝમાં પણ 0-2થી હાર થઇ હતી.
(ભાષા-ઇનપુટ)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news