INDvsWI: પ્રથમ વનડે માટે ભારતે કરી 12 ખેલાડીની જાહેરાત, રિષભ પંત કરશે પર્દાપણ
બીસીસીઆઈએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રવિવારે રમાનારી વનડે મેચ માટે 12 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ મચે ગુવાહાટીમાં રમાશે.
Trending Photos
ગુવાહાટીઃ રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ વન઼ડે મેચમાં પર્દાપણ કરવા માટે તૈયાર છે. આ વિકેટકીપર બેટ્સમેનને રવિવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વનડે ટીમમાં રમવાની તક મળવા જઈ રહી છે. આ મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. 21 વર્ષીય પંત ભારત તરફથી વનડે ક્રિકેટ રમનાર 224મો ખેલાડી બનશે.
બીસીસીઆઈએ શનિવારે ટ્વીટ કરીને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વનડે મેચ માટે ભારતની 12 સભ્યોની જાણકારી આપી છે. આ ખેલાડીઓની યાદીમાં પંતનું નામ પાંચમાં નંબર પર છે. એટલે કે તેને ટીમમાં મુખ્ય બેટ્સમેનના રૂપમાં તક આપવામાં આવી શકે છે. વિકેટકીપરની જવાબદારી પૂર્વ કેપ્ટન ધોની સંભાળશે.
છેલ્લા 3 ટેસ્ટ મેચમાં બનાવ્યા 298 રન
રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનના દમ પર વનડે ટીમમાં સ્થાન મેળવ્યું છે. તેણે છેલ્લા ત્રણ ટેસ્ટની અંતિમ ત્રણ ઈનિંડમાં 99.33ની એવરેજથી 298 રન બનાવ્યા છે. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ઈનિંગમાં 114 રન બનાવ્યા હતા. ત્યારબાદ વિન્ડીઝ વિરુદ્ધ બંન્ને ટેસ્ટમાં 92-92 રનની ઈનિંગ રમી હતી. પંતે અત્યાર સુધી 5 ટેસ્ટ અને 2 ટી20 મેચ રમી છે.
2018માં વનડેમાં પર્દાપણ કરનાર ચોથો ભારતીય
રિષભ પંત 2018માં વનડે ક્રિકેટમાં પર્દાપણ કરનાર ચોથો ખેલાડી બનશે. આ વર્ષે અત્યાર સુધી સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહમદ અને દીપક ચહરે પોતાના કેરિયરનો પ્રથમ વનડે મેચ રમ્યો હતો. ખલીલ અહમદ ગુવાહાટી માટે 12 સભ્યોની ટીમમાં સામેલ છે. જ્યારે કૌલ અને દીપક વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 14 સભ્યોની ભારતીય ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી.
પ્રથમ વનડે માટે ભારતીય ટીમઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, રિષભ પંત, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ચહલ, ઉમેશ યાદવ, શમી અને ખલીલ અહમદ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે