IPL: 17 વર્ષનાં રિયાન પરાગે રાજસ્થાનને KKR સામે અપાવી રોમાંચક જીત

રાજસ્થાને 98 રન પર પાંચ વિકેટ ગુમાવી હતી, પરંતુ રિયાન પરાગે 47 રનની સ્ફોટક ઇનિંગ રમીને પોતાની ટીમને જીતાડી હતી

IPL: 17 વર્ષનાં રિયાન પરાગે રાજસ્થાનને KKR સામે અપાવી રોમાંચક જીત

કોલકાતા : 17 વર્ષનાં રિયાન પરાગે ગુરૂવારે કોલકાતાની વિરુદ્ધ 47 રનની ખુબ જ મહત્વની રમત રમીને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ને જરૂરી જીત પ્રાપ્ત કરાવી. રાજસ્થાનની આઇપીએલ 12માં 11મી મેચ ચોથી જીત છે. આ જીતના કારણે તેઓ પ્લેઓફની રેસમાં બન્યો છે. જો રાજસ્થાનમાં આ મેચ હારી ગયું હોત, તો પ્લેટઓફની રેસમાં બહાર પણ જતા રહ્યા હોત. આ મેચ બાદ તેનાં કોલકાતા અને બેંગ્લુરૂના એક સરખા પોઇન્ટ થઇ ચુક્યા છે. હવે આ ત્રણેય ટીમો માટે પ્લેઓફનું એક જ ગણીત છે. તેઓ ગણિત એવું છે કે પોતાની ત્રણ મેચ જીતે અને બીજા હારે તેવી પ્રાર્થના કરે. 

કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ગુરૂવારે રમાયેલી મેચમાં પહેલી બેટિંગ કરી તેની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર ક્રિસ લિન ખાતુ ખોલ્યા વગર જ આઉટ થયા હતા. બીજા ઓપનર શુભમન ગિલ પણ 14 રન જ બનાવી શક્યા હતા. દબાણનાં આ પળોમાં કેપ્ટન દિનેશ કાર્તિએ મોર્ચો સંભાળ્યો. તેમણે 50 બોલ પર 97 રનની અણનમ રમત દર્શાવી હતી.

પોતાની ટીમને 175/6નાં સ્કોર સુધી પહોંચાડ્યા હતા.  જો કે રાજસ્થાનની સામે આ સ્કોર નાનો સાબિત થયો. રાજસ્થાનની ટીમે 19.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને  177 રન બનાવી દીધા. આ કોલકાતાની સતત છઠ્ઠી હાર છે. આ પહેલા ચેન્નાઇથી બે અને બેંગ્લુરૂ, હૈદરાબાદ અને દિલ્હી સામે એક એક એક મેચ હારી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news